________________
आयंकदंसी न करेइ पावं
[પારકું દ્રવ્ય પડાવી લેવાનો વિચાર, મનથી અનિષ્ટનું ચિંતન અને મિથ્યા અભિનિવેશ એ ત્રણ માનસિક પાપકર્મ છે. ]
पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः ।
असंबद्धप्रलापश्च वाङ्ममयं स्याच्चतुर्विधम् ॥ [ કઠોર વચન, અસત્ય, ચાડીચુગલી, અસંબદ્ધ પ્રલાપ એટલે કે બકવાદ એમ વાચિક પાપ ચાર પ્રકારનું છે. ]
अदत्तानामुपादानं हिंसा चैवाविधानतः ।
परदारोपसेवा च शारीरं त्रिविधं स्मृतम् ॥ [ન આપેલું એવું લેવું એટલે કે ચોરી, જેનું વિધાન ન હોય એવી હિંસા કરવી તથા પરસ્ત્રીગમન એ ત્રણ પ્રકારનાં શારીરિક પાપકર્મ કહેલાં છે.]
જૈન ધર્મમાં “આવશ્યક સૂત્ર'માં અઢાર પ્રકારનાં પાપ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યાં છે :
पाणाइवायमलियं चोरिक्कं मेहुणं दवियमुच्छं । कोहं माणं मायं लोभं पिजं तहा दोसं ॥ कलहं अब्भक्खाणं पैसुन्नं रइ-अरइसमाउत्त ।
परपरिवायं . माय - मोसं मिच्छत्तसल्लं च ॥ આમ, જૈન ધર્મ પ્રમાણે મુખ્ય અઢાર પ્રકારનાં પાપ બતાવાયાં છે : (૧) પ્રાણાતિપાત (હિંસા), (૨) મૃષાવાદ (અસત્ય), (૩) અદત્તાદાન (ચોરી), (૪) મૈથુન, (પ) પરિગ્રહ (દ્રવ્યમૂચ્છ), (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પશુન્ય, (૧૫) રતિ-અરતિ, (૧૬) પરપરિવાદ (પરનિદા), (૧૭) માયામૃષાવાદ (માયાકપટયુક્ત અસત્ય), અને (૧૮) મિથ્યાત્વ શલ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org