________________
વીરપ્રભુનાં વચનો -- ભાગ ૧ દુનિયાનાં તમામ પ્રકારનાં પાપોનો આ અઢાર પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. આ દરેક પાપના પેટાપ્રકારો પણ બતાવવામાં આવ્યા છે. વળી, પાપ મનથી, વચનથી અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું - એમ પાપના ત્રિવિધ ત્રિવિધ પ્રકાર પણ બતાવ્યા છે.
માણસ પાપ કરતાં તો કરી લે છે, પણ પછી એને છુપાવવાનો પ્રયત્ન કરે છે. કેટલાંક પાપ માણસ બેપરવાઈથી, લોકલજ્જાનો કે રાજ્યદંડનો ભય રાખ્યા વગર પ્રગટ રીતે કરી લે છે અને એને માટે જે સજા થવાની હોય તે માટે તે મનથી તૈયાર રહે છે. ફાંસીની સજા ભોગવવાની તૈયારી સાથે કેટલાક માણસ ધોળે દહાડે બીજાના દેખતાં ખૂન કરે છે. અસત્ય, ચોરી, પરસ્ત્રીગમન જેવાં પાપો માણસ છૂપી રીતે કરે છે. ઇરાદાપૂર્વક પાપ કરવું અથવા અજાણતાં થઈ જવું અને પછી તે છુપાવવું એ સામાન્ય સાધારણ, અજ્ઞાની માણસોનું કુદરતી લક્ષણ છે. પાપનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર રહે છે. કોઈક વડીલ કે ધર્મગુરુ પાસે એકાન્તમાં ખાનગી રીતે પાપનો એકરાર કરનારા માણસો જાહેરમાં બધાં વચ્ચે એનો સ્વીકાર કરતાં સંકોચ અનુભવે છે. નિર્મળ જીવન જીવવાનું જેનું લક્ષ્ય છે તે પાપનો એકરાર કરતાં કે તે માટેનું પ્રાયશ્ચિત્ત કરતાં અચકાતો નથી, એમ કરવામાં તે પોતાની જામેલી પ્રતિષ્ઠાનો પણ વિચાર કરતો નથી. પરંતુ બને છે એવું કે આવા નિર્દભ, નિખાલસ માણસોની પ્રતિષ્ઠા ઊલટી વધે છે. કેટલાક એવા હોય છે કે પાપનો નિખાલસતાથી સ્વીકાર કરે છે, પરંતુ એવું પાપ ફરી આચરતાં તેમનું મન જરા પણ ક્ષોભ અનુભવતું નથી. એવા નિર્લજ્જ માણસો એકરાર કરે તો પણ શું અને ન કરે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org