________________
દિપ
आयंकदंसी न करेइ पावं પણ શું? તેઓ પાપને પાપ તરીકે જાણે છે, પરંતુ પાપના સ્વરૂપને સમજવા દ્વારા સંસારના સ્વરૂપને અને આત્માના સ્વરૂપને સમજતા નથી કે સમજવાની રુચિ ધરાવતા નથી.
પુણ્યના ઉદયે ફરીથી પુણ્ય બંધાય કે પાપ બંધાય અને પાપના ઉદયે ફરીથી પાપ બંધાય કે પુણ્ય બંધાય, એ રીતે પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ એ ચૌભંગી પ્રમાણે જીવોનાં કર્મો બંધાતાં રહે છે. અલબત્ત, એમાં પણ ઘણી તરતમતા રહે છે. અશુભ કર્મના ઉદયે, દુઃખના અનુભવ વખતે સમતાયુક્ત માધ્યસ્થભાવ ધારણ કરવાથી જીવની આત્મદશા ઊંચે ચડે છે. સ્થૂલ દૃષ્ટિએ જોતાં પુણ્ય કરતાં પણ પાપના ઉદય વખતે જીવની કસોટી થાય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં પુણ્યના ઉદય વખતે પણ એટલા જ સજાગ, સાવધ રહેવાની જરૂર રહે છે.
કેટલાકને દુઃખ કેટલું વસમું છે એ માત્ર અનુભવથી જ સમજાય છે. જ્યાં સુધી પોતાને એવું કોઈ દુઃખ અનુભવવાનું આવ્યું નથી ત્યાં સુધી બીજાનાં દુઃખને તેઓ સમજી કે કલ્પી શકતા નથી. બીજાનાં દુઃખ માટે એવા માણસોને સહાનુભૂતિ સુધ્ધાં થતી નથી. તો પછી બીજાનાં દુ:ખમાં સહાયરૂપ કે સહભાગી થવાની વાત તો ક્યાંથી હોય ?
પાપને પાપરૂપે, તે હેય છે એટલે કે છોડવા યોગ્ય છે એ સ્વરૂપે સમજવાની શક્તિ પણ જીવમાં સહેલાઈથી આવતી નથી.
જ્યાં સુધી અજ્ઞાન છે, મિથ્યાત્વનો ગાઢ અંધકાર છે ત્યાં સુધી તેવા લોકોને પોતે પાપપ્રવૃત્તિ કરતા હોવા છતાં પોતે પાપ કરે છે એવી સમજ હોતી નથી. કોઈ એને સમજાવે તો તે એને સમજાતું નથી અને સમજવું ગમતું નથી. કેટલાક પાપને પાપરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org