________________
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ સમજતા હોવા છતાં એને છોડવાની ઈચ્છા નથી ધરાવતા, કારણ કે પાપથી એમને પોતાને લાભ થતો જણાય છે. પાપ છોડવા જેવું નહિ પણ આચરવા જેવું છે એવું એમના મનમાં વસેલું હોય છે. પાપ કરવા માટે તેઓને ક્યારેય કશોય અફસોસ થતો નથી.
જે દુ:ખના સ્વરૂપને સમજે છે તે દુઃખને ઇચ્છતો નથી. નરકગતિનાં દુઃખોની વાત બાજુ પર રાખીએ અને ફક્ત આ દશ્યમાન ઐહિક જગતનાં દુઃખોનો વિચાર કરીએ, દુઃખી માણસોનું અવલોકન કરીએ તો જીવને માથે કેટલું દુઃખ ગુજરી શકે છે તેનો ખ્યાલ આવે. કેટલાંક દુઃખો મારણાન્તિક હોય છે. એવાં ઘોર દુઃખો માણસનો જીવ લઈને જંપે છે. માણસની વેદના એટલી બધી અસહ્ય હોય છે કે શરીર એની સામે ટકી શકતું નથી. વેદનાની ચીસો પાડતો પાડતો માણસ બેભાન બની જાય છે અને પછી મૃત્યુ પામે છે. એવાં કેટલાંક ભયંકર દુઃખોના તીવ્ર અનુભવ વખતે માણસને એમ થઈ જાય છે કે આના કરતાં તો જલદી મોત આવે તો સારું. મોતની ઇચ્છાને અમલમાં મૂકવાની તક મળે તો માણસ દુઃખમુક્તિ માટે આત્મઘાત પણ કરે છે.
જ્યારે પાપનું સ્વરૂપ માણસને સમજાય છે ત્યારે એને એ પણ સમજાય છે કે દરેક જીવ પોતપોતાનાં કર્મ અનુસાર સાંસારિક સુખદુઃખ અનુભવે છે. એનો અર્થ એ થયો કે દરેકે પોતાનું દુઃખ પોતે જ ભોગવવાનું રહે છે. બીજા કોઈ એમાં ભાગીદાર થઈ શકતા નથી કે કોઈ પોતાનું દુઃખ ઊછીનું લઈ શકતા નથી. બીજાઓ દુઃખમાં સહભાગી થઈ શકે છે, સહાનુભૂતિ ધરાવી શકે છે. દેખીતી વ્યવહારુ દષ્ટિએ કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org