________________
आयंकवंसी न करेइ पावं બીજાને આપત્તિમાંથી બચાવી શકે છે. એમ છતાં કર્મસિદ્ધાન્ત અનુસાર તો પોતાનાં કરેલાં કર્મનું ફળ દરેકે પોતે જ ભોગવવું પડે છે. ભગવાને કહ્યું છે કે જો સંઘ પ્રભુ દોર તુવરવું . પોતાની જે શારીરિક વેદના છે તે બીજા કોઈ લઈ શકતા નથી. નરકગતિમાં તો કોઈની સહાય કે સહાનુભૂતિ પણ પ્રાપ્ત થતી નથી. પોતાની એ વેદના તે પોતાના કોઈ અશુભ કર્મનું જ પરિણામ છે એમાં કશી શકી નથી. કર્મ કોઈને છોડતું નથી. માટે જ કહ્યું છે કે ડાળ માન મલ્પિ મોરવો ! (કરેલાં કર્મમાંથી કોઈનો છુટકારો નથી.)
માણસ જો આતંકદર્શી બને એટલે કે દુ:ખના સ્વરૂપને બરાબર ઓળખે તો સહજ રીતે જ એને દુઃખનાં કારણો સમજાય. કેવા પ્રકારનાં દુઃખો સંસારમાં છે અને તેની પાછળ કયાં કયાં પૂર્વબદ્ધ કર્મો કારણભૂત છે એ એને સમજાય છે. એવાં કોઈ પણ દુઃખ પોતાને ભોગવવાની ઇચ્છા નથી. પોતાને માથે એવાં કોઈ દુ:ખ ન પડે એવી વૃત્તિ અને દૃષ્ટિ રહે તો જીવ એવાં કર્મ બાંધતો અટકે છે. કોઈક એવાં પાપકર્મો કરવામાંથી ઝડપથી વિરમી જાય છે તો કોઈક ધીમે ધીમે ક્રમે ક્રમે વિરમી જાય છે. કોઈને એવી પાપવૃત્તિથી અટકતાં એક કરતાં વધારે જન્મ પણ લાગે છે. કોઈક અટકે છે, વળી પ્રમાદવશ બની શિથિલ થઈ પાપ કરવા લાગી જાય છે અને ફરી જાગૃતિ આવતાં પાછા પાપથી અટકવા લાગે છે. પાપના સ્વરૂપને સમજવાની શક્તિ બધા જીવોમાં એકસરખી નથી હોતી; તેમ પાપપ્રવૃત્તિથી અટકવાની શક્તિ પણ બધા જીવોમાં એકસરખી નથી હોતી. એટલે કે એક કાળે ઘણાબધા જીવોની સમજવાની અને અટકવાની શક્તિ સમાંતર જ ચાલે એવું નથી. વસ્તુતઃ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org