________________
अट्ठजुत्ताणि सिक्खिजा, निरट्ठाणि उ जिए
૫૯
કશુંક મેળવ્યું છે.’ સૈનિકમાંથી સેનાપતિ બને તો એને પોતાનું જીવન સફળ લાગે. વસ્તુતઃ સમજપૂર્વક સમય પાસે કામ લેતાં જેને આવડે છે તે પોતાના જીવનને સફળ બનાવી શકે છે, સિવાય કે એનું નસીબ જ વાંકું હોય !
જન્મથી માંડીને જીવનના અંત સુધી પોતાની પ્રત્યેક ક્ષણ સદુપયોગમાં જ ગઈ છે અને નિરર્થક સમય ક્યારેય પસાર થયો નથી એવું તો કોઈક વિરલ વ્યક્તિ જ કહી શકે, જો તે પૂર્વજન્મનો આરાધક જીવ હોય તો. વર્તમાન કાળમાં તો એવી વ્યક્તિ મળવી તે લગભગ અસંભવિત છે કે જે દાવો કરી શકે કે પોતાના જીવનની એક પળ પણ પોતે નિરર્થક ગુમાવી નથી. ભગવાન મહાવીરની આ શિખામણ વ્યવહારુ જીવનમાં જેમ ઉપયોગી છે તેથી વધુ મોક્ષમાર્ગના સાધક માટે ઉપયોગી છે. સાધકે જે શબ્દોનું પ્રયોજન ન હોય તેવા શબ્દો, નિરર્થક શબ્દો ઉચ્ચારવા ન જોઈએ. હાસ્ય-મજાકમાં બોલાતી વાણીને અથવા કેવળ વાણી-વિલાસને ત્યજવાં જોઈએ. સ્ત્રીકથા, રાજ્યકથા ઇત્યાદિ વિકથાનો ત્યાગ કરવો જોઈએ. સમાજમાં રહેવાને કારણે અને વર્તમાન સમયમાં તો પ્રચાર-માધ્યમો વધી ગયાં હોવાથી, સાધક જો જાગ્રત ન હોય તો નિરર્થક વાતોમાં તે રસ લેવા લાગી જાય છે અને એવી વાતોનો એક વખત ચટકો લાગે એટલે જિજ્ઞાસા ઉત્તરોત્તર સતેજ થતી રહે અને પછી એનો ક્યાંય અંત આવે નહિ. સાધકને એક વખત લૌકિક વિષયોમાં અને એવાં અધ્યયનોમાં રસ પડે પછી એ વ્યસનરૂપ બની જાય છે અને એમાંથી નિવૃત્ત થવાનું અઘરું બની જાય છે. અધ્યાત્મમાર્ગના સાધકને પોતાના કાર્ય અંગે ક્યારેક ઉપયોગી લાગ્યા હોય એવા વિષયો જેવા કે જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org