________________
૫૮
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ જીવનનું સ્વરૂપ એવું છે કે કેટલીક બાબતો વર્તમાન સમયમાં બહુ મહત્ત્વ ધરાવતી હોય, ક્યારેક તો જીવન-મરણના સવાલ જેવી હોય, પણ વર્ષો વીત્યા પછી ભૂતકાળની એ ઘટના પર નજર નાખતાં તે ક્ષુદ્ર અને નિરર્થક લાગે છે. ક્યારેક પશ્ચાત્તાપ થાય છે કે કેવી મામૂલી વાતો માટે જિંદગીનો કેવો સોનેરી સમય આપણે વેડફી નાખ્યો. નાનાં બાળકો કેવી નાની નાની વાતો માટે માંહોમાંહે લડે-ઝઘડે છે? એ જ બાળકો મોટાં થતાં એ જ વાતો માટે લડતાં-ઝઘડતાં શરમાશે. નાનું બાળક શેરીમાં કાંકરા વીણતું હોય કે સમુદ્રકિનારે છીપલા વીણતું હોય તો એને માટે અત્યંત રસનો વિષય બને છે, પરંતુ એ જ બાળક મોટું થાય છે ત્યારે છીપલા વીણવાનું એને હાસ્યાસ્પદ લાગે છે. તેવી રીતે બાલ્યકાળમાં કે યુવાવસ્થામાં કરેલી કેટલીયે પ્રવૃત્તિઓ પાકટ વયે હાસ્યાસ્પદ લાગે છે.
જીવનની સાર્થકતા અને સફળતાને વિવિધ દૃષ્ટિકોણથી જોઈ શકાય. આ સંસારમાં અસંખ્ય એવા માણસો છે અને રહેવાના કે જેઓ પોતે હતા તેના કરતાં કશુંક વધુ પામ્યા છે. એકંદરે સંસારના લોકો ભૌતિક સુખની અપેક્ષાએ જીવનનું માપ કાઢે છે. કોઈ ભિખારી હોય, ઘરે ઘરે ભીખ માગતો હોય, એમાંથી થોડું થોડું બચાવી એમાંથી નાની સરખી દુકાન કરવાની તક મળે અને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે તો એને એમ લાગે કે “ક્યાં મારા ભીખ માગવાના દિવસો અને ક્યાં આ વેપાર? મેં જીવનમાં કેવી સિદ્ધિ મેળવી છે ! કેટલીય વેપારી પેઢીઓમાં અને સરકારી કચેરીઓમાં માણસ પટાવાળા તરીકે જોડાયો હોય અને એમાંથી પુરુષાર્થ કરીને આગળ વધતાં વધતાં તે ઑફિસર બન્યો હોય તો એને એમ લાગે કે “મેં જીવનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org