________________
लोभाविले आययईं अदत्तं
૧૨૧ ખાવા માટેની ચાંદીની નાની ચમચી નકશીદાર, આકર્ષક હતી. એક મહેમાનને તે ચોરવાનું મન થયું. પોતાને કોઈ જોતું નથી એની ખાતરી કરીને એમણે એ ચમચી પોતાના જમણા પગના બૂટમાં એક બાજુ સંતાડી દીધી. પરંતુ થોડે આઘે બેઠેલા એક સજ્જન એ જોઈ ગયા. તેમણે વિચાર કર્યો કે આ વાત જાહેર કરવાથી તે માણસની આબરૂ જશે. પાર્ટી પૂરી થઈ ત્યારે મહેમાનોને એકત્રિત કરીને એમણે કહ્યું, “સજ્જનો અને સન્નારીઓ ! હું જાદુના ઘણા ખેલ કરું છું. છૂટા પડતાં પહેલાં મારે તમને એક સરસ જાદુ બતાવવો છે.' સૌ આતુર થઈ જોવા લાગ્યા. પછી તેમણે આઇસક્રીમની એક ચમચી મંગાવી. પોતાના હાથમાં રાખીને તે બધાંને બતાવી. પછી તેમણે કહ્યું, હવે જુઓ, આ ચમચી હું મારા બૂટમાં સંતાડું છું.” એમ કહી બધાંના દેખતાં તેમણે ચમચી પોતાના જમણા પગના બૂટમાં સંતાડી દીધી. પછી તેમણે કહ્યું, “હવે આ ચમચી થોડી ક્ષણમાં જ મારા એક મિત્રના બૂટમાં જતી રહેશે.” એમ કહી થોડીક ક્ષણ પછી એમણે પેલી ચમચી ચોરનાર મહેમાન તરફ આંગળી ચીંધી. સૌએ એ તરફ નજર કરી, સૌના આશ્ચર્ય વચ્ચે બૂટમાંથી ચમચી નીકળી. બધા ચકિત થઈ ગયા. એ મહેમાનની આબરૂ બચી. એને એક પાઠ શીખવા મળ્યો. પેલા ચતુર મહેમાનને જાદુની ફી તરીકે ચાંદીની ચમચી મળી.
જગતમાં પ્રાચીન ચીજવસ્તુઓનો સંગ્રહ કરનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. એવા કેટલાક સંગ્રહખોરો પોતાનો શોખ સંતોષવા માટે સંગ્રહ કરતા હોય છે, તો કેટલાક સંગ્રહકારો વ્યાવસાયિક રીતે પ્રાચીન ચીજવસ્તુઓની લે-વેચ કરનારા હોય છે. સંગ્રહકારો ક્યારેક પ્રાચીન ચીજવસ્તુઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org