________________
૧ ૨૦
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ મહેમાન-યાત્રિકો ઠીક ઠીક સંખ્યામાં ચાંદીનાં છરી, કાંટા, ચમચા યાદગીરી તરીકે સંતાડીને ઉપાડી ગયા હતા. કેટલાક તો ચાંદીની પ્લેટ પણ લઈ ગયા હતા.
એક ભાઈને જુદી જુદી જાતની એસ ટ્રેનો સંગ્રહ કરવાનો ભારે શોખ હતો. એટલે તેઓ જ્યારે જ્યારે કોઈ હૉટેલમાં જાય અને નવી જાતની એશ ટ્રે જુએ કે તરત એ ત્યાંથી ચૂપચાપ ઉપાડી લાવે. એમને એવી કુટેવ પડી ગઈ હતી. શ્રીમંત માણસોની આવી કુટેવ પણ એવી છે કે તેઓ તેને માટે ગૌરવ લેતા પણ અચકાતા નથી. આવા કેટલાક સંગ્રહકારો પોતે કઈ કઈ જગ્યાએથી કઈ કઈ વસ્તુઓ ઉપાડી લાવ્યા છે તેનું બયાન પણ રસિકતાથી ગૌરવભેર કરતા હોય છે. તેઓ માને છે કે પોતે શ્રીમંત હોવાથી પૈસાને ખાતર તો ચોરી કરતા નથી. એટલે ચોરી પોતાની ચતુરાઈ માટે અને પોતાના શોખ માટે કરે છે. એટલે એમાં કશું ખોટું નથી, બલ્ક ગૌરવ લેવા જેવું છે.
એક ટુચકો છે કે કોઈક એક શ્રીમંત બહેને પોતાના પતિને ફરિયાદ કરતાં કહ્યું, “આપણા આ નવા નોકરને તરત રજા આપી દેવાની જરૂર છે, કારણ કે એણે ચોરી કરી છે.” પતિએ પૂછ્યું, “શાની ચોરી કરી છે?' પત્નીએ કહ્યું, “આપણા બાથરૂમમાંથી સરસ ટોવેલની ચોરી કરી છે. હોંગકોંગની હિલ્ટન હૉટેલમાંથી આપણે જે ટોવેલ ઉપાડી લાવ્યા હતા તે એ ચોરી ગયો છે !'
બીજો પણ એક ટુચકો જાણે બનેલી ઘટના તરીકે સાંભળ્યો છે. એક વખત એક હોટેલમાં શ્રીમંતોની એક પાર્ટી હતી. ઘણા સારા સારા માણસો ત્યાં એકત્ર થયા હતા. નાચગાનની મહેફિલ પછી સૌ જમવા બેઠા. છેલ્લે આઇસક્રીમ આવ્યો. આઈસક્રીમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org