________________
लोभाविले आययईं अदत्तं
૧ ૧૯ નાની વસ્તુઓની ચોરી થાય છે. એની યાદી કરીએ તો ઘણી લાંબી થાય, દુકાનદારોના અનુભવની એ વાત છે.
મનોહર ચીજ-વસ્તુનું આકર્ષણ મનુષ્યને એટલું બધું હોય છે કે તે મેળવવા માટે તે અનીતિ કરવા માટે લલચાય છે. એમાં પણ દુર્લભ કે અલભ્ય ચીજવસ્તુઓ હોય અને પોતાને તેની જરૂરિયાત હોય અથવા પોતાના શોખની તે વસ્તુ હોય તો તેનું આકર્ષણ વધી જાય છે. ક્યારેક પોતે ત્યાં ગયા હતા એની યાદગીરી (Souvenir) તરીકે કોઈક વસ્તુ ચોરી લેવાનું મન પણ કેટલાકને થાય છે.
દુનિયાભરની પંચતારક અને બીજી મોંઘી હૉટેલોમાં ઊતરનારા શ્રીમંત માણસો કઈ કઈ વસ્તુઓની હૉટેલમાંથી ચોરી કરી જાય છે તેની ઘણી વાતો તે હૉટલના સંચાલકોને પૂછવાથી જાણવા મળે છે.
કેટલાંક વર્ષ પહેલાં, જેટ વિમાનની શોધ થયા પછી ન્યૂયોર્કથી લંડન અને લંડનથી ન્યૂયૉર્કની પોતાની પહેલી સળંગ-સીધી ફલાઈટ ચાલુ કરવા માટે અમેરિકાની એક વિમાન કંપનીએ એ maiden flight માટે જુદા જુદા દેશના સર્વોચ્ચ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત માણસોને મહેમાન તરીકે મફત સફર કરવા માટે નિમંત્રણ આપેલું. એ સફરમાં દરેક યાત્રિકને આ પહેલી સફરની યાદગીરી તરીકે કેટલીક કીમતી ભેટો પણ આપેલી. ત્યારપછી આ સફરમાં દરેકને ભોજન વિમાન કંપનીના નામવાળી ચાંદીની પ્લેટમાં પીરસવામાં આવ્યું અને છરીકાંટો અને ચમચા પણ ચાંદીના રાખવામાં આવ્યાં હતાં. જવાઆવવાની એમ બંને ફલાઇટ એક ઉત્સવ જેવી બની રહી હતી. પરંતુ બંને સફરને અંતે ગણતરી કરતાં કંપનીને જણાયું હતું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org