________________
૧૨
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ મારવાનો વખત આવે તે અમને કેમ ફાવે?' અલબત્ત કેટલાક વ્યાખ્યાતાઓ ત્રણ-ચાર કલાક સુધી શ્રોતાઓને પકડી રાખવાની લાયકાત ધરાવતા હોય છે, તો પણ દરેક વખતે તેઓનું વક્તવ્ય પ્રશંસાપાત્ર હોય છે તેવું નથી હોતું. વળી તેમનું આંધળું અનુકરણ કરવા જનારા તો થોડા વખતમાં જ બધેથી બહિષ્કૃત થતા હોય છે.
કેટલાક મહાત્માઓ પણ એવા ભ્રમમાં હોય છે કે પોતે જેમ વધુ બોલે તેમ વધુ વખાણ થાય. તેઓ ખોટો માપદંડ લઈને નીકળતા હોય છે. ગંભીર વ્યાખ્યાનનું શ્રવણ કરવાની માણસની ચિત્તશક્તિ એકાગ્રતાપૂર્વક પોણા કલાકથી એક-દોઢ કલાક સુધી કામ કરતી હોય છે. એથી વધુ સમય લેવામાં આવે તો તે વક્તવ્યની અસર પછીથી મોળી પડતી જાય છે. વળી જેમ શ્રોતાનું ચિત્ત થાકે તેમ કંટાળો, ચીડ, અભાવ વગેરે અશુભ અધ્યવસાયો ચાલવા લાગે છે. શ્રોતાઓના ચિત્તને ત્રાસ આપવો એ પણ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે, એ સમજવાની આવશ્યકતા છે. હમણાં હમણાં તો પોતાના વ્યાખ્યાનની કેસેટ ઉતારવાની ઘેલછા વધતી જાય છે. કૅસેટ પૂરી ભરાય એટલા માપે બોલવા જતાં કેટલીક વાર વ્યાખ્યાતાઓને છાશમાં પાણી નાખ્યા કરવું પડતું હોય છે.
આપણે ત્યાં કેટલાક જાહેર કાર્યક્રમો એટલા બધા લાંબા ચાલતા હોય છે કે આરંભમાં પાંચસો-હજાર માણસ હોય તેમાંથી ચાર-પાંચ કલાકને અંતે પ્રમુખ કે મુખ્ય અતિથિ જ્યારે બોલવા ઊભા થાય ત્યારે પાંચ-પચ્ચીસ માણસની હાજરી પણ રહી હતી નથી. આયોજન જ દષ્ટિ વિનાનું હોય છે. શક્ય એટલા વધુમાં વધુ મહાનુભાવોનાં નામો પત્રિકામાં છપાય છે અને કાર્યક્રમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org