________________
૧૧
णाइवेलं वएज्जा પરંતુ એને લીધે જ તેઓ સંક્ષેપમાં પોતાના વક્તવ્યને રજૂ કરી શકતા નથી. બોલવા બેસે ત્યારે ઘણું લાંબુ તેઓ બોલે છે. વસ્તુતઃ તેઓ બોલબોલ કરતા હોય છે. તેમનું વક્તવ્ય પ્રારંભમાં સારું લાગે છે, પરંતુ વેળાને-સમયમર્યાદાને એ અતિક્રમી જાય છે ત્યારે તે નીરસ અને બોજારૂપ બની જાય છે. થાકેલા શ્રોતાઓને પછી તેમાં રસ રહેતો નથી.
કેટલાક લોકો બોલવા બેસે છે ત્યારે એમની શ્રવણેન્દ્રિય જાણે બંધ થઈ જાય છે અને પોતે બોલ્યા જ કરે છે. મુખમાંથી શબ્દો જાણે આવ્યા જ કરતા હોય છે. કેટલાકને “બોલ-વા” નામનો જાણે વા કે રોગ ન થયો હોય તેવું જણાય છે. કેટલાક ઉન્માદમાં આવી મિથ્યા પ્રલાપ કરવા લાગી જતા હોય છે. કેટલાક બોલે ત્યારે પોતાને માટે સમય જાણે સ્થગિત થઈ જતો હોય છે. પોતે જાણે ‘ભાષણ-સમાધિમાં ઊતરી જતા હોય છે, અને જગાડ્યા વગર તે જાગી શકતા નથી. ક્યારેક વ્યાખ્યાતાના વક્તવ્ય ઉપર એની વૃદ્ધાવસ્થાની અસર વરતાય છે. એક સમયે પોતાની વિસ્તૃત્વકલાને લીધે વખણાયેલા વક્તાઓ વૃદ્ધાવસ્થામાં પોતાની એ કલા ગુમાવી બેસે છે અને એમના વક્તવ્યની ગાડી વારંવાર પાટા ઉપરથી ઊતરી જતી હોય છે. પોતે શું બોલી ગયા છે તેની વિસ્મૃતિ થાય છે અને ચવાઈ ગયેલી જૂની વાત નવા ઉત્સાહથી કહેતા હોય છે.
કેટલાક વક્તાઓની વિષયની માંડણી જ એટલી લાંબીપહોળી હોય છે કે એમના વક્તવ્યને માટે ત્રણ-ચાર કલાક પણ ઓછા પડે. કવિ દુલા કાગ કહેતા તેમ “અમને ઓછો સમય આપો એ તો ઓસરીમાં ઘોડો ફેરવવા બરાબર છે. અમારું એન્જિન ગરમ થાય અને વેગ પકડવા જાય ત્યાં તો એને બ્રેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org