________________
૧૦
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧
બોલવાનું ફાવી જાય છે, પણ એક કલાક કોઈક ગંભીર વિષય ઉપર બોલવા જેટલી શક્તિ તેમનામાં હોતી નથી. ચીવટપૂર્વકના મહાવરાથી બધું જ સિદ્ધ થઈ શકે છે. પરંતુ વતૃત્વશક્તિ ખીલ્યા પછીથી કેટલાક વ્યાખ્યાતાઓને એવો ભ્રમ થાય છે કે જેમ વધારે લાંબું બોલાય તેમ પોતાની શક્તિનાં વખાણ થાય. ગઈ પેઢીના એક સાક્ષર જ્યારે પણ કોઈ વિષય પર બોલે ત્યારે વચમાં એકાદ વાક્ય તો એવું આવે જ કે ‘આ વિષય ઉપર હું ધારું તો છ મહિના સુધી રોજ વ્યાખ્યાન આપી શકું.' પોતાની વ્યાખ્યાનશક્તિનું માપ પોતે કેટલો સમય બોલી શકે છે તેના ઉપરથી તેઓ કાઢતા. પરંતુ અનુભવે જણાયું હતું કે એકની એક વાત વિષયાંતો સાથે દોહરાવ્યા સિવાય તેમની પાસે વિષયનું ઊંડાણ એટલું નહોતું, બલકે એ વિષય ઉપર એક કલાકનું સઘન વ્યાખ્યાન આપવા જેટલી સામગ્રી પણ તેમની પાસે નહોતી.
એક વખત વક્તૃત્વશક્તિ ખીલ્યા પછી ઘણા લાંબા સમય સુધી બોલવું એ કંઈ અધરી વાત નથી. પરંતુ ઓછા સમયમાં સારું ને મુદ્દાસર કેમ બોલવું તેનું મહત્ત્વ વધારે છે. આપણે ત્યાં સામાન્ય જનતા સમયના માપ પ્રમાણે વક્તાનું માપ કાઢે છે અને વધુ સમય બોલનાર તે વધુ મોટા વક્તા એવો ભ્રમ સેવે છે. કેટલાક વ્યાખ્યાતાઓ પણ એ ભ્રમમાં રહે છે, પરંતુ ઓછી મિનિટોમાં સારું બોલવા માટે વધુ તૈયારી કરવી પડે છે. બેચારછ કલાક તો લવારી કરનાર પણ બોલી શકે છે. કૃષ્ણમેનન યુનોની સલામતી સમિતિમાં કાશ્મીરના પ્રશ્ન ઉપર સળંગ સાતેક કલાક બોલ્યા હતા, પરંતુ ત્યારે એમની પ્રશંસા નહિ, પણ ટીકા થઈ હતી.
કેટલાક માણસો પાસે વક્તૃત્વશક્તિ ઘણી સારી હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org