________________
णाइवेलं वएजा છે. ભગવાન મહાવીરે પ્રત્યેક પરિસ્થિતિનું કેટલું સૂક્ષ્મ, પૃથક્કરણશીલ અવલોકન કરીને (અથવા પોતાના કેવળજ્ઞાનના ઉપયોગથી જોઈને) આવાં હિતવચનો કહ્યાં હશે તેની પ્રતીતિ થાય છે.
ભગવાન મહાવીરે આપેલી દેશનામાંથી અનેક સૂત્રો એવાં મળે છે કે જે આધ્યાત્મિક જીવનમાં જેમ ઉપયોગી છે તેમ વ્યાવહારિક જીવનમાં પણ ઉપયોગી છે. ભગવાન મહાવીરે જે કહ્યું છે તેમાં ત્રિકાલાબાધિત સત્ય રહેલું છે.
સાધુઓએ વ્યાખ્યાન આપતી વખતે સમ્યકુ ધર્મની પ્રરૂપણા કરવી જોઈએ; શાસ્ત્રથી વિપરીત વ્યાખ્યા ન કરવી જોઈએ; પોતાના વક્તવ્યમાં અભિમાન ન આવવું જોઈએ; પોતાના ગુણો જાહેરમાં ન દર્શાવવા જોઈએ; આત્મશ્લાઘા ન કરવી જોઈએ; અજ્ઞાન શ્રોતાઓની હાંસી ન ઉડાવવી જોઈએ; પોતાનો ઉપહાસ થાય એવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ; અસત્ય વચનો ન ઉચ્ચારવાં જોઈએ; દ્વિઅર્થી ન બોલવું જોઈએ; શાસ્ત્રના અર્થને છુપાવવો ન જોઈએ; પોતાના ગુરુમહારાજ પાસેથી જે પ્રમાણે શીખવા મળ્યું હોય તે પ્રમાણે જ બોલવું જોઈએ, ઘરનું દોઢડહાપણ ન કરવું જોઈએ; સ્યાદ્વાદમય સાપેક્ષ વચનો બોલવાં જોઈએ. અને નિં વાન્ના એટલે કે મર્યાદા વગરનું ન બોલવું જોઈએ - ઇત્યાદિ હિતવચનો વ્યાખ્યાનકારને ઉદેશીને ભગવાને કહ્યાં છે.
જાહેરમાં ઊભા થઈ હાથમાં રાખેલા કાગળમાંથી વાંચીને બોલવું એ પણ કેટલાક વક્તાને માટે ક્ષોભ પમાડે એવી વાત છે. બે-પાંચ મિનિટ મોઢેથી બોલતાં પણ કેટલાકના પગ ધ્રજે છે. કેટલાકને થોડા અભ્યાસ પછી પાંચદસ મિનિટ પ્રાસંગિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org