________________
પત્નિ પન્ના [ અતિવેળા ન બોલવું]
ભગવાન મહાવીરની જન્મજયંતી પ્રસંગે એમનાં અનેક વચનોમાંથી ઉપરના એક માર્મિક વચનનું સ્મરણ થયું.
ને વMI - નાતિત વહે એટલે કે અતિવેળા ન બોલવું,
વેળાનો એક અર્થ થાય છે સમય, બીજો અર્થ થાય છે મર્યાદા. અતિવેળા ન બોલીએ એટલે કે ઘણા લાંબા સમય સુધી ન બોલવું અને અમર્યાદ (નિર્ધારિત મર્યાદા કરતાં વધારે) ન બોલવું.
ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પહેલાં પોતાના સાધકોને આપેલી શિખામણમાંની એક શિખામણ તે ઉપર્યુક્ત શિખામણ છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ એ એટલી જ સાચી છે. સાધકોને ઉદ્દેશીને કહેવાયેલા એ વચનમાંથી વર્તમાન સમયના સાધુઓ, સાધકો અને જાહેર જીવનમાં પડેલા વક્તાઓએ પણ બોધ લેવા જેવો છે.
જૈન આગમગ્રંથોમાંના “સૂત્રકૃતાંગ' નામના આગમગ્રંથના ચૌદમા અધ્યયનમાં સાધુને માટે વિનય, સંયમ, ગુરુકુલવાસ, ગમનાગમન, શયન, સમિતિ-ગુપ્તિ વગેરે વિશે હિતવચનો કહેવામાં આવ્યાં છે. તેમાંનું એક હિતવચન તે બન્ને વન્ના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org