________________
૧૩
णाइवेलं वएना ગોઠવાય છે; અને દરેકને બે-પાંચ મિનિટ આપતાં આપતાં પણ કાર્યક્રમ ચાર-પાંચ કલાકનો થઈ જાય છે. વર્તમાન સમયમાં જાહેર કાર્યક્રમોમાં વિવેક ખાતર કે શરમને ખાતર આવેલા અને બેઠેલા શ્રોતાઓ ઉપર વાણીનો વક્તાઓ દ્વારા એટલો બધો અત્યાચાર થાય છે કે કાર્યક્રમ પૂરો થાય ત્યારે સજા પૂરી થયાનો, છુટકારાનો અનુભવ થાય છે.
આપણા સમાજના કેટલાક સમર્થ આગેવાનોને એવી ટેવ હોય છે કે આખો લાડવો પોતે જ ખાઈ લેવો; પછી બીજાઓનું જે થવાનું હોય તે થાય. પોતાને મળેલી પાંચ-દસ મિનિટને બદલે પોણો કલાક જેટલો સમય ઇરાદાપૂર્વક પચાવી પાડીને તે પોતાનું વક્તવ્ય આડુંઅવળું ઝીંકે છે. તે પૈસાથી કે પ્રતિષ્ઠાથી એટલા મોટા હોય છે કે ચિઠ્ઠી મોકલવાની કે ઘંટડી વગાડવાની કોઈ હિમ્મત દાખવી શકતું નથી. તેનો ગેરલાભ લઈને તેઓ આખા પ્રસંગ ઉપર પોતાની વાણીનું વર્ચસ્વ જમાવીને બેસી જાય છે અને બીજાઓને જાણી-જોઈને અન્યાય કરે છે.
હમણાં હમણાં જાહેર કાર્યક્રમોને વધુ ઉઠાવદાર બનાવવા માટે એનું સંચાલન કોઈ વિશિષ્ટ વ્યક્તિ(માસ્તર ઑફ સેરેમની)ને સોંપાય છે, પરંતુ આવા ઘણા કાર્યક્રમો વિશિષ્ટ વ્યક્તિના સંચાલનના કારણે જ “અતિવેલામાં પરિણમે છે અને ડહોળાઈ જાય છે. વક્તાનો જન્મથી માંડીને વર્તમાન સમય સુધીનો વિગતે પરિચય અપાય છે અને પ્રત્યેક વક્તાના વક્તવ્ય પછી સંચાલકે થોડી શાયરી, એકાદ ટુચકો અને પોતાનો એકાદ અનુભવ કહેવાની જાણે કે ફોર્મ્યુલા થઈ ગઈ હોય તેમ વક્તાઓના કુલ વક્તવ્યના સમય કરતાં સંચાલકે પોતે લીધેલો સમય બમણો કે ત્રણ ગણો થઈ જાય છે. આવા કાર્યક્રમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org