________________
૧૪
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ આરંભમાં રસિક અને ઉઠાવદાર હોય છે, પરંતુ અંતે તે નીરસ અને થકવનારા નીવડે છે.
અતિવેલાનો લક્ષણાથી એક અર્થ “કવેળા' એવો પણ લઈ શકાય. માણસે યોગ્ય સમયે યોગ્ય બોલવું જોઈએ. આપણામાં કહેવત છે ને કે લગ્નપ્રસંગે મરસિયા ન ગવાય. કેટલાક વક્તાઓ એવી ગ્રંથિથી પીડાતા હોય છે કે તેઓ જાહેરમાં
જ્યાં સુધી પ્રસંગથી વિરુદ્ધ પોતાનો સૂર ન કાઢે અને બેચાર અયોગ્ય શિખામણો ન ઉચ્ચારે ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. આવા વક્તાઓ આખા પ્રસંગને ડહોળી નાખે છે અને વાતાવરણને વિવાદમય બનાવી મૂકે છે.
આપણા જાહેર જીવનમાં પડેલી કેટલીક મોટી વ્યક્તિઓ સમારંભોમાં જ્યારે પ્રમુખસ્થાને બિરાજે છે ત્યારે તેમનામાં એવી ગ્રંથિ હોય છે કે પ્રમુખ તરીકે ઉપસંહાર કરતી વખતે વક્તાઓનાં વક્તવ્ય કરતાં કંઈક વિરોધી સૂર કાઢવો જ જોઈએ, અને એ રીતે પોતાની ઉચ્ચતા પ્રસ્થાપિત કરવી જોઈએ. વ્યાખ્યાતાના વ્યાખ્યાનના અભિપ્રેત વક્તવ્ય કરતાં વિરોધી સૂર ઇરાદાપૂર્વક વ્યક્ત કરવો એ ઔચિત્યભંગ ગણાય અને શ્રોતાઓના ચિત્તમાં દ્વિધા ઉત્પન્ન કરીને એમને ક્ષુબ્ધ બનાવનાર કહેવાય.
ભગવાન મહાવીરે ફિક્ત વન્ન આ બે શબ્દમાં જ વાણીના સંયમનો અને વક્તવ્યના ઔચિત્યનો મહિમા કેટલી સચોટ રીતે દર્શાવ્યો છે ! અનેક વક્તાઓએ અને સભાસંચાલકોએ એમાંથી બોધપાઠ લેવા જેવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org