________________
आतुरा परितावेन्ति [ આતુર માણસો પરિતાપ કરાવે છે ]
ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં એક સ્થળે કહ્યું છે કે માત્ર પરિતાત્તિ અર્થાત્ આતુર માણસો બીજાને પરિતાપ કરાવે છે.
હમણાં હમણાં દુનિયામાં ઘણા દેશોમાં રાજદ્વારી અરાજકતાનું કે આતંકવાદી ઘટનાઓનું પ્રમાણ વધતું જાય છે. અચાનક કેટલાય નિર્દોષ માણસો પોતાના પ્રાણ ગુમાવે છે. પોતાના એક ધ્યેયને પાર પાડવા માટે સત્તાતુર માણસો બીજા અનેક નિર્દોષ માણસોનો પ્રાણ લેતાં અચકાતા નથી. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાલ, કોલંબિયા, લેબનોન, ઈઝરાયેલ વગેરે દેશમાં બનતી હિંસાત્મક ઘટનાઓ આ કથનને પુરવાર કરે છે. ભારતમાં પંજાબ, કાશ્મીર, આસામ, દિલ્હી, મુંબઈ વગેરે સ્થળે બનતી ભયંકર બૉમ્બ-વિસ્ફોટની ઘટનાઓ બતાવે છે કે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે માણસ ભયંકર હિંસક ઉપાયો અજમાવીને વેર વાળે છે. માણસ માનવતા ગુમાવી દઈને કેટલી બધી નીચી પાયરીએ ઊતરી જઈ શકે છે તે આવી ઘટનાઓ દર્શાવે છે.
આતુર” શબ્દના જુદા જુદા અર્થ થાય છે : આતુર એટલે અધીરો, આકુળવ્યાકુળ, પોતાની ઇચ્છાઓ તૃપ્ત કરવા માટે ધમપછાડા કરનાર. આતુર એટલે ઘવાયેલો, સ્વમાનભંગ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org