________________
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ થયેલો, નિરાશ થયેલો માણસ. આતુર એટલે માંદો, અશક્ત માણસ. (સંસ્કૃતમાં આતુરશાલા એટલે ઇસ્પિતાલ.)
આતુરતા એટલે ઉત્કંઠા, અપેક્ષા, ભાવના, ઉત્સુકતા, ઇચ્છા વગેરે. પરંતુ માતુરા તાત્તિમાં આતુરતા શબ્દ વિશિષ્ટ અર્થમાં વપરાય છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે વિષય અને કષાયોને કારણે કેટલાયે જીવો અજ્ઞાનમય, દુઃખમય, દુર્બોધમય અને હીનતામય જીવન જીવે છે. તેઓ પોતાની આતુરતાને કારણે બીજાં પ્રાણીઓને પરિતાપ ઉપજાવે છે. બીજી બાજુ સાચા, સંયમી પુરુષો કોઈ પણ પ્રકારના જીવને પરિતાપ ન થાય, દુઃખ કે કષ્ટ ન થાય એ રીતે પોતાના જીવનનો નિર્વાહ કરે છે.
આતુરતા વિવિધ પ્રકારની હોય છે. ક્ષુધાતુર, તૃષાતુર, કામાતુર, ધનાતુર, યશાતુર, પદાતુ૨, સત્તાતુર, વિજયાતુર એમ ભિન્ન ભિન્ન પ્રકારના આતુર માણસો સંસારમાં જોવા મળે છે અને તે દરેકમાં પણ જુદી જુદી કક્ષા હોય છે. - કેટલીક તીવ્ર અને અદમ્ય વાસનાઓ માણસને જંપીને બેસવા દેતી નથી. તેવા માણસો પોતાની વાસનાઓની તૃપ્તિ માટે નિર્લજ્જ બનીને બહુ ઉપદ્રવ કરે છે, કાવાદાવા કરે છે. એમ કરવામાં બીજા લોકોને કષ્ટ પડે તો તેની તેમને ચિંતા હોતી નથી; બલકે બીજાને કષ્ટ આપીને તેઓ રાજી થાય છે. આતુરતા ઉગ્ર બનતાં તેઓ આક્રમક કે હિંસાત્મક સ્વરૂપ પણ ધારણ કરે છે.
ભૂખ લાગી હોય અને માણસ ભોજન માટે તડપતો હોય તો તેવો સુધાતુર માણસ ભોજન ન મળે તો ઉત્પાત મચાવે છે. કહેવાયું છે કે વુમુક્ષિતઃ વિ જ કરોતિ પાપમ્ ? ભૂખ્યો માણસ શું પાપ ન કરી બેસે ? ભૂખથી પીડાતા માણસોએ, ક્ષુધાતુરોએ કશું ન મળતાં સર્પાદિ ખાઈને ભૂખ સંતોષ્યાના બનાવો બન્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org