SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ आतुरा परितावेन्ति ૧૭ છે. ગઈ સદીમાં ઉત્તર ધ્રુવની શોધસફરે નીકળેલા કેટલાક સાહસિકોએ પોતાનો ખોરાક ખૂટતાં અદમ્ય ભૂખને કારણે પોતાના વહાલા કૂતરાઓને મારીને અથવા પોતાના પ્રિય સાથીદારને મારી નાખીને એનું માંસ ખાધું છે. દુકાળના વખતમાં ક્ષુધાતુર માતાએ પોતાનાં નાનાં કુમળાં બાળકોને મારી નાખીને એનું માંસ ખાઈ પેટ ભર્યાના બનાવો પણ બન્યા છે. ભૂખની વેદનાવાળો માણસ ભૂખ સંતોષવા ગમે તે અભક્ષ્ય ખાવા તૈયાર થઈ જાય છે. તૃષાતુર માણસ ગટરનું પાણી પીતાં પણ અચકાતો નથી. જો ભૂખ-તરસ જેવી પ્રાથમિક સંવેદનાઓ પણ જ્યારે અતિશય ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માણસને સ્વાર્થાંધ બનાવી દે છે અને તેની પાસે પાપાચરણ કરાવે છે, તો અન્ય ઉગ્ન સંવેદનાઓની તો વાત જ શી ! કામવાસનાની આતુરતા માણસ પાસે ક્યારેક ભયંકર અનર્થો કરાવે છે. ામાતુરાળાં ન મયં ન તન્ના - ‘કામાતુર માણસોને લાજશરમ રહેતી નથી કે ભય રહેતો નથી' – એવી સાચી લોકોક્તિ પ્રચલિત છે. કામાતુર માણસો પોતાની વાસના સંતોષવા જતાં વચ્ચે આવનારનું ખૂન પણ કરી નાખે છે. પોતાને જેના તરફ જાતીય આકર્ષણ થયું હોય તેવી વ્યક્તિ બીજાને પરણી ગઈ હોય તો તેને તથા તેને પરણનારને મારી નાખવા સુધીના વિચારો કે કાર્યો થતાં હોય છે. પોતાના ગુપ્ત જાતીય વ્યવહારમાં કોઈ આડે આવતું હોય તો તેનો કાંટો કાઢી નાખતાં માણસ અચકાતો નથી. કેટલીક વાર તો પરપુરુષ સાથેના પોતાના ગુપ્ત સંબંધોને લીધે સ્ત્રીએ પોતાના પતિનું ખૂન કર્યું હોય એવા બનાવો પણ બને છે. પોતાની વાસનાની તૃપ્તિ માટે સ્ત્રી સંમતિ ન આપતી હોય તો તેને મારી નાખવાના બનાવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy