________________
૧૮
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ પણ બને છે. આમ, કામવાસનાની ઉગ્ર આતુરતાનો અનર્થો ઘણા જોવા મળે છે.
ધનની થોડીઘણી આતુરતા લગભગ બધા જ માણસોમાં હોય છે. પોતાના ગુજરાન માટે પ્રમાણિકતાથી સ્વાભાવિક રીતે ધન કમાવું એ જુદી વાત છે, પરંતુ મોટા ધનપતિ થવાની મહત્ત્વાકાંક્ષા માણસને જ્યારે સતાવે છે ત્યારે તે જાતજાતનાં કુટિલ કાર્યો કરવા પ્રેરાય છે. પોતાના કરતાં બીજી કોઈ વ્યક્તિ ધંધામાં કે ઉદ્યોગમાં આગળ નીકળી ન જાય તે માટે વિવિધ પ્રકારના કપટભર્યા રસ્તાઓ તેને અપનાવવા પડે છે. એવા ધનાતુર માણસો અન્ય લોકોને સતત પરિસંતાપ કરાવતા રહે છે. જ્યારે તેમની આતુરતાની માત્રા અતિશય વધે છે ત્યારે તેમના સ્વભાવમાં પણ ઉગ્રતા અને અભિમાન આવી જાય છે. એનો કષ્ટદાયક અનુભવ સ્વજનોને, સંબંધીઓને પણ થાય છે. એમનું અભિમાન પરિસ્થિતિ બગડતાં આક્રમક સ્વરૂપ ધારણ કરે છે. કોઈએ પોતાનો સ્વમાનભંગ કર્યો હોય અથવા કોઈએ પોતાને મહેણું માર્યું હોય તો તે સહન ન થતાં ધનપતિઓએ બીજાને પાયમાલ કર્યાના કે મરાવી નાખ્યાના દાખલાઓ સમાજમાં વારંવાર જોવા મળે છે.
માણસને પોતાના જીવનનિર્વાહ માટે જે કેટલીય વસ્તુઓની જરૂર પડે છે એ માટે તે પરિશ્રમ કરે છે, કમાણી કરે છે અને પોતાને જોઈતી વસ્તુ ન્યાયપૂર્વક મેળવે છે. જ્યાં સુધી આ પ્રકારનો વ્યવહાર ચાલે છે ત્યાં સુધી આતુરતાને કે સંઘર્ષને એકંદરે અવકાશ રહેતો નથી. પરંતુ ચીજવસ્તુઓ ઓછી હોય અને તે મેળવવા માટે ઉમેદવારો ઘણાબધા હોય ત્યારે દરેકના ચિત્તમાં સ્વાર્થ તરવરી રહે છે. જરૂર પડે તો બળ અજમાવીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org