________________
आतुरा परितावेन्ति
૧૯
ઝૂંટાઝૂંટ કરીને પણ પોતાને માટે ચીજવસ્તુ મેળવી લેવી જોઈએ એવું માનનારા આતુર લોકો દુનિયામાં ઓછા નથી.
યશાતુર માણસો પણ બીજાઓને સંતાપ કરાવે છે. કોઈ પણ પ્રકારે નામના મેળવવી એ એમનું લક્ષ્ય હોય છે. પોતાનાં સદ્ગુણો અને કાર્યો અનુસાર કેટલાક માણસની સમાજમાં ચોમેર કીર્તિ સ્વાભાવિક રીતે પ્રસરતી હોય છે. તેઓ બીજાને પરિતાપ કરાવતા નથી. સાચા સાધુસંતો કે સજ્જન માણસો પ્રસિદ્ધિ માટે પુરુષાર્થ કે ચેષ્ટા કરતા નથી. પરંતુ કેટલાક માણસો સમાજમાં અનેક લોકો પોતાને ઓળખે એટલા માટે કંઈક ને કંઈક તુક્કાઓ દોડાવતા રહે છે. પોતાનાં નાનાં-મોટાં કાર્યની નોંધ જો લોકોએ કે વર્તમાનપત્રોએ લીધી ન હોય તો તેઓ બેચેન બની જાય છે. પોતાનો રોષ અનેક લોકો ઉપર તેઓ ઠાલવે છે. યેનન પ્રજારેન પ્રસિદ્ધ પુરુષો મવેત્ એ એમનો મંત્ર હોય છે. કેટલાક કીર્તિના વ્યસની માણસોને થોડા દિવસ સુધી જો પ્રસિદ્ધિમાંથી બાકાત રાખવામાં આવે તો તેમની માનસિક બીમારી વધી જાય છે અને તેઓ બીજાને ઉપદ્રવો કરવાનું ચાલુ કરી દે છે.
જાહેર જીવનમાં પડેલા કેટલાક માણસો પદાતુર હોય છે. કોઈક સંસ્થામાં કોઈક નાનું કે મોટું પદ મેળવવા માટે તેમની તાલાવેલી એટલી બધી તીવ્ર કે ઉત્કટ હોય છે કે પોતાને તે પદ ન મળે ત્યાં સુધી તેઓ જંપીને બેસતા નથી. માણસને પોતાની પાત્રતા અનુસાર કોઈ પદ સ્વાભાવિક રીતે મળે તો તે જુદી વાત છે. પરંતુ પોતાનામાં પાત્રતા ન હોય તો પણ અમુક પદ મેળવવા માટેની તેમની લાલસા એટલી બધી આવેગમય હોય છે કે તેની જાણ થતાં કેટલાય લોકોને તેમના પ્રત્યે તિરસ્કારનો ભાવ થાય છે; નિંદા અને કલહનું વાતાવરણ સર્જાય છે. પદ મેળવવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org