________________
૧
૭૯
नातिवेलं हसे मुणी સ્મિતમાં પણ આંખોનું સ્મિત ઉત્તમ પ્રકારનું, હોઠનું સ્મિત મધ્યમ પ્રકારનું અને દાંતનું સ્મિત કનિષ્ઠ પ્રકારનું ગણાય છે. સ્મિતમાં ગૌરવ છે. વિસંગતિનો અચાનક થતો અર્થબોધ માણસને ખડખડાટ હસતો કરી દે છે. હાસ્યનું શાસ્ત્ર એવું છે કે જેટલું જરૂરી હોય એથી વધારે જો ખડખડાટ હસવામાં આવે તો તે ગ્રામ્યતામાં સરી પડે છે. વળી જે વાતમાં માત્ર મિત જ ફરકાવવાનું હોય ત્યાં કોઈ ખડખડાટ હસે તો તે માણસની અબુધતાને તથા ગ્રામ્યતાને છતી કરે છે. કહેવાય છે કે મૂર્ખ માણસ બે વખત હસે, એક બધાંની સાથે અને પછી પોતાને જ્યારે અર્થ સમજાય ત્યારે.
હાસ્યમાં પ્રમાણભાન સૌથી મહત્ત્વનું છે. હાસ્ય ક્યારે પોતાની મર્યાદા ઓળંગી જશે એ કહી શકાય નહિ. હસનાર કે હસાવનાર એ બેમાંથી કોઈ એ વિશે સાચી આગાહી ન કરી શકે. એટલા માટે જ મર્યાદામાં હસવા ઉપર અતિશય ભાર મૂકવામાં આવ્યો છે. તેથી જ કહેવાયું છે કે A sense of humour is a sense of proportion.
સાધુની પાસે પ્રસન્નતાનો ઉત્તમ ગુણ એટલો બધો ખીલેલો હોવો જોઈએ કે તેમના શાંત અને ધીરગંભીર વદન ઉપર પ્રસન્નતાની રેખાઓ સ્મિતની રેખાઓ તરીકે કામ કરે. એ રેખાઓ એવી ઉત્કૃષ્ટ કોટિની હોવી જોઈએ કે એમની પાસે આવીને વાત કરનારને કે દૂરથી એમનાં દર્શન કરનારને માટે તે પ્રેરણારૂપ બની રહે.
ગૌરવ એ સાધુનું ભૂષણ છે. ગાંભીર્ય દ્વારા ગૌરવ જળવાય છે, હાસ્ય દ્વારા નહિ. બહુ હસતા-હસાવતા મશ્કરા માણસની સમાજમાં એકંદરે અને લાંબે ગાળે ઓછી કિંમત અંકાય છે.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org