________________
૮૦
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કહેવાય છે ઇંસિયાં ટોપ પર, ગુણ ગાવૈ, દત્તા . સાધુભગવંતોને માથે જો વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપવાની જવાબદારી હોય તો એમણે પૂરું ગાંભીર્ય સાચવવું જોઈએ અને પોતાના ગૌરવને ખંડિત થવા દેવું ન જોઈએ, નહિ તો તેમના ઉપદેશની ધારેલી અસર થાય નહિ. વ્યાખ્યાન વગેરેની જવાબદારી ન હોય તો પણ સાધુનું ચારિત્ર સુવાસમય, પ્રેરક અને ઉદાહરણરૂપ હોવું જોઈએ. વધુ પડતું હસવાથી, અમર્યાદ ખડખડાટ હસ્યા કરવાથી સાધુમાં વિવેકનો અભાવ છે એવી છાપ પડે છે અને પરિણામે એમનું સંયમ-જીવન વગોવાય છે અને બીજાને માટે પ્રેરણારૂપ બનતું નથી. સાધુએ ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હોય છે. એથી એમની જીવન-નિર્વાહની જવાબદારી સમાજને માથે આવે છે. સમાજ એટલી જ જવાબદારી હોંશપૂર્વક ઉઠાવે છે કે જ્યાં એને સંયમથી સુવાસિત થયેલા સાધુના જીવનની પ્રતીતિ થતી હોય. જે એવા સાધુ નથી હોતા એમના જીવન-નિર્વાહની જવાબદારી બોજારૂપ લાગે છે. કેટલાક ગૃહસ્થો એમાંથી છૂટવાનો પણ પ્રયત્ન કરે તો તે સમજી શકાય એવી વાત છે.
જે સાધુઓ આત્મમગ્ન છે, આત્મજ્ઞાની છે તેઓને તો અંદરથી આનંદનો ફુવારો એટલો બધો ઊડતો હોય છે કે એમને પછી બહારનો માત્ર હાસ્યરસ નહિ, બધા જ રસો નિરર્થક લાગે છે. ભોજનના પડ઼રસ હોય કે કવિતાના ષડ્રરસ હોય, એ બધા એમને માટે રસહીન બની જાય છે. ઉચ્ચ સાધુ મહાત્માઓ માટે તો ઉપશમયુક્ત, અનુભવજ્ઞાનનો શાંત સુધારસ રસનો રાજા બની રહે છે. તેઓને માટે તો એ જ રસો હૈ સઃ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org