________________
૧પ૯
असंबिभागी नहु तस्त मोक्खो તેમ તેની સાથે સંલગ્ન એવા અન્ય ગુણ પણ વિકસતા જાય છે. ગુણવિકાસ એ આધ્યાત્મિક વિકાસની પૂર્વભૂમિકા છે. બીજા જીવો પ્રત્યે આત્મૌપજ્યની ભાવના જ્યાં સુધી ન આવે ત્યાં સુધી - સર્વ જીવ એ સિદ્ધસમ' એવી દષ્ટિ અંતરમાં સ્થિર ન થાય. એ સ્થિર ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસની શક્યતા નથી. જો એ ન હોય તો પછી મોક્ષપ્રાપ્તિની તો શક્યતા જ ક્યાંથી? એટલા માટે જ ભગવાન મહાવીરે યથાર્થ જ કહ્યું છે કે અસંવિભાગી વ્યક્તિનો મોક્ષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org