________________
नातिवेलं हसे मुणी
૭૩ જ નથી.” કવિ નર્મદ પ્રકૃતિએ એટલો બધો ગંભીર હતો કે બીજાની વાતમાં રહેલા હાસ્યને તે સમજી શકતો નહોતો. હસવાનું તેને બહુ ગમતું પણ નહિ. તેનું જીવનઘડતર જ એ રીતે થયું હતું.
કવિતાકલામાં જે છે અથવા નવ રસ બતાવવામાં આવ્યા છે તેમાં શુંગાર, વીર અને કરુણ એ ત્રણને મુખ્ય રસ તરીકે ગણાવવામાં આવ્યા છે. તેમાં પણ શૃંગારને રસના રાજા તરીકે ઓળખાવવામાં આવ્યો છે. વ્યવહારુ લોકજીવનની દૃષ્ટિએ તથા કાવ્યનિરૂપણની દષ્ટિએ એ રસને એવું મહત્ત્વનું સ્થાન આપવામાં આવે તેમાં કશું અયોગ્ય નથી. પણ આ છ કે નવ રસમાં હાસ્યને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે એ ભૂલવું ન જોઈએ. એટલે હાસ્ય જીવનનો સર્વોપરી રસ નથી. હાસ્યરસ તે રસનો રાજા નથી. જો ગૃહસ્થ જીવનમાં હાસ્યને બહુ મહત્ત્વ ન આપવામાં આવ્યું હોય તો સાધુજીવનમાં, ધર્મના ક્ષેત્રે, એને વધુ મહત્ત્વ ન અપાય એ દેખીતું અને સમજી શકાય એવું છે. માત્ર જૈન ધર્મમાં જ નહિ, અન્ય ધર્મમાં પણ મજાક-મશ્કરી કરી બીજાને હસાવનાર સાધુ-સંન્યાસીઓ, જો ગીઓને બગડવાનાં ભયસ્થાન રહે છે એમ કહેવાયું છે. એક રાજસ્થાની લોકોક્તિ છે કે :
શાહ તો ઝઘડે સે બિગડે, બિગડે ઠાકર વ્યાજડિયો; ઘર ઘર ફિરતી નાર બિગડે, બિગડે જોગી હાસડિયો.
ધર્મને અને હાસ્યરસને સંબંધ નથી એવી એક માન્યતા સર્વીશે ખોટી નથી. ધર્મના ક્ષેત્રે શુદ્ધ, નિર્દોષ હાસ્યરસને અવશ્ય સ્થાન છે, પરંતુ ક્ષુલ્લક, મુદ્ર હાસ્યરસને, રસાભાસને બિલકુલ સ્થાન નથી, કારણ કે ધર્મનો વિષય જ જીવનને ઉચ્ચતર ધ્યેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org