________________
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ હસી શકતો નથી. એટલે જ કહેવાયું છે કે Man is a laughing animal. બાળક જન્મે છે કે તરત જ તે રડે છે. ન રડે તો એ ચિંતાનો વિષય ગણાય છે. તેને પરાણે રડાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ હસવાનું બાળક ક્રમે ક્રમે પોતાની મેળે શીખે છે. અભણ, જંગલી માણસ પણ હસી શકે છે, કારણ કે હાસ્યવૃત્તિ કુદરતી છે.
હાસ્ય આરોગ્યની દૃષ્ટિએ ઉપકારક છે. હસવાથી શરીરની વધુ માંસપેશીઓને વ્યાયામ મળે છે અને આરોગ્ય માટે ઉપકારક એવાં રસાયણો તે દ્રવે છે. વ્યાવહારિક જીવનની દૃષ્ટિએ હાસ્ય એ જીવનનું અનિવાર્ય અંગ છે. તે તંગદિલી-Tension-ને નિવારે છે. યોગ્ય રીતે એનો ઉપયોગ થાય તો તે જીવનનું ભૂષણ બની શકે છે. કેટલીક માંસપેશીઓ સાથે હાસ્ય સંકળાયેલું છે. ત્યાં ગલગલિયાં કરતાં માણસ હસી પડે છે.
હાસ્યનો વિષય એક રીતે જોઈએ તો કુદરતી બક્ષિસ જેવો છે. બીજાને સારી રીતે, નિર્દોષ હાસ્ય દ્વારા હસાવવાની શક્તિ બહુ જ થોડા માણસોમાં હોય છે. કેટલાક લોકો હાસ્યને માણી શકે છે, પરંતુ પોતે કોઈને હસાવી શકતા નથી. કેટલાક લોકો બીજાને હસાવી શકે છે અને પોતે પણ બીજાના હાસ્યને સારી રીતે માણી શકે છે.
કેટલાક માણસની પ્રકૃતિ જ એટલી બધી ગંભીર હોય છે કે હસવાની સારી સરસ વાત ચાલતી હોય તો પણ તેઓ તેને માણી શકતા નથી અને હસી શકતા નથી. કેટલાકને બીજાની વાતમાં રહેલા હાસ્યના સૂરને પકડવાની સૂઝ હોતી નથી. સુધારકયુગના નર્મમર્મના લેખક, કવિ-વિવેચક નવલરામે કવિ નર્મદને એક પ્રસંગે કહ્યું હતું કે, “કવિ, તમારામાં હાસ્યનું શાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org