________________
नातिवेलं हसे मुणी
૭૧ તથા ગામનાં બાળકોની સાથે રમત ન રમે (બાલક્રીડા ન કરે), તેમજ મર્યાદાનું ઉલ્લંઘન કરીને હસે નહિ.] - સાધુઓનું પોતાનું ગૌરવ સચવાય એ માટે ભગવાન મહાવીરે એને આ ગાથામાં ત્રણ ભલામણ કરી છે. એમાં હસવાની વાત પણ ઉમેરી લેવામાં આવી છે. અહીં આપણે એ વિશે થોડો વિચાર કરીશું. કોઈકને કદાચ પ્રશ્ન થાય કે શું સાધુઓએ હસીને વાત કરવી જ ન જોઈએ? ના, એવું નથી. સાધુને હસવાની મનાઈ ફરમાવવામાં આવી નથી. પરંતુ સાધુઓને હાસ્યની અતિશયતાને છોડવાની ભલામણ કરવામાં આવી છે. સાધુઓએ મોટેથી ઘણા બધા સાંભળે એમ ખડખડાટ હસવું ન જોઈએ અને એમનું હસવાનું પણ વધુ સમય સુધી ચાલવું ન જોઈએ. આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે :
सव्वं हासं परिच्चन्ज अल्लीणगुत्तो परिब्बए । [ સર્વ પ્રકારનું હાસ્ય છોડીને સાધક ગુદ્ધિપૂર્વક વિચરે.] દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે : સપાસ વિવજ્ઞg | (અતિહાસ્યનો ત્યાગ કરવો.)
જૈન સાધુઓના આચાર ઘણા જ કડક છે. સાધુઓનું જીવન ત્યાગમય અને સંયમપ્રધાન હોવું જોઈએ. એટલા માટે સાધુઓએ ક્યારે, કેવી રીતે, કોની સાથે, કેટલું બોલવું જોઈએ તે અંગે ભગવાન મહાવીરે ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપ્યું છે.
હાસ્ય એ જીવનનું કુદરતી લક્ષણ છે. હસવાની શક્તિ બધા જીવોમાં નથી હોતી. દશ્યમાન જીવસૃષ્ટિમાં એક ફક્ત મનુષ્ય જ એવો છે કે જે હસી શકે છે. કેટલાંક પ્રાણીઓ રડે છે, પણ હસી શકતાં નથી. વાનર દાંતિયા કરી શકે છે, પણ મનુષ્ય જેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org