________________
૮
नातिवेलं हसे मुणी
[ મુનિઓએ અમર્યાદ હસવું નહિ ]
ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારવું એ સહેલી વાત નથી. માત્ર કંચન અને કામિનીના ત્યાગથી ઉત્તમ સાધુ થઈ જવાતું નથી. એ ત્યાગ પછી પણ સંયમી જીવનને શોભાવે એવી ઘણી બાબતો છે, જેને જીવનમાં ઉતારવાની રહે છે. વ્યવહારદૃષ્ટિએ સાધુ થયા પછી અંતર્મુખ બની આત્મલક્ષી ઉપાસના કરવાની હોય છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયો નિર્મૂળ કરવાનો ભારે પુરુષાર્થ કરવાનો હોય છે. લોકેષણાને અને લબ્ધિના ચમત્કારોને જીતવાના હોય છે. જૈન સાધુના શીલનાં અઢાર હજાર જેટલાં અંગ બતાવવામાં આવ્યાં છે.
સાધુના આચારો વિશે કેટલીક મહત્ત્વની સૂચનાઓ આગમગ્રંથોમાં આપવામાં આવી છે. ‘સૂત્રકૃતાંગ સૂત્ર’માં જે કેટલીક મહત્ત્વની બાબતો જણાવવામાં આવી છે તેમાં એક સ્થળે કહ્યું છે :
नन्नत्थ अंतराएणं, परगंहे ण णिसीयए । गामकुमारियं किड्डु, नातिवेलं हसे मुणी ॥
[સાધુ રોગાદિ કોઈ કારણ વિના ગૃહસ્થના ઘરમાં ન બેસે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org