________________
आयंकदंसी न करइ पावं
૬૯ જાણે ત્યારે એને રાગ કે દ્વેષ કરવાનું કોઈ કારણ રહેતું નથી. એટલે એ ઉચ્ચ દશામાં પણ એને કોઈ પાપ કરવાનું પ્રયોજન હોતું નથી અથવા પાપ એનાથી થતું નથી. આમ સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો પણ આતંકદર્શી જીવ પાપકર્મ બાંધતો નથી.
આતંકદર્શીની જીવનવ્યવહારની તમામ પ્રવૃત્તિઓ, સર્વ ક્રિયાઓ ઉપયોગપૂર્વકની, જાગૃતિપૂર્વકની, યતનાપૂર્વકની હોય છે. બાહ્ય ક્રિયાઓ કરતા હોવા છતાં તેમનો આત્મોપયોગ છૂટી જતો નથી. તેઓ આત્મસ્વરૂપમાં સ્થિર રહીને જયણાપૂર્વક ક્રિયા કરે છે અને માટે તેઓ પાપકર્મ બાંધતા નથી. દસવૈકાલિકસૂત્રમાં કહ્યું છે :
जयं चरे जयं चिट्टे जयमासे जयं सए ।
जयं भुंजतो भासंतो पावं कम्मं न बंधई ।। જે જયણાપૂર્વક ચાલે છે, જયણાપૂર્વક ઊભો રહે છે, જયણાપૂર્વક બેસે છે, જયણાપૂર્વક સૂઈ જાય છે, જયણાપૂર્વક ખાય છે અને જયણાપૂર્વક બોલે છે તે પાપકર્મ નથી બાંધતો.
આમ, ખાવાપીવાની અને ઊઠવાબેસવાની સ્કૂલ કાયિક પ્રવૃત્તિઓથી માંડીને વાચિક પ્રવૃત્તિઓ અને સૂક્ષ્મ માનસિક વિચારપ્રવૃત્તિ સુધી જે જયણાનું લક્ષ રાખે છે, તે પાપકર્મ નથી બાંધતો, પરિણામે તેવો જીવ ઉપરની ગુણશ્રેણીએ ચઢતો જાય છે.
જીવના આધ્યાત્મિક ઊર્ધ્વરોહણની પ્રક્રિયા અત્યંત સૂક્ષ્મ અને ગહન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org