________________
૭૪
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ તરફ લઈ જવાનો છે. જીવનને અવનતિ તરફ લઈ જવાનું કાર્ય ધર્મનું નથી. સ્થૂલ હાસ્યરસ જીવનને અવનતિ તરફ લઈ જઈ શકે છે. એટલે જ પ્રાચીન પ્રશિષ્ટ ધર્મગ્રંથોમાં હાસ્યરસનું નિરૂપણ નહિ જેવું જ છે. એમ કહેવાય છે કે બાઇબલમાં હાસ્યરસનું એક પણ વાક્ય નથી. એક લેખકે કહ્યું છે કે, The total absence of humour from the Bible is one of the most singular thing in all literature.'
- હસવાના વિષયમાં કોઈક વાર એવું બને છે કે સાધુ પોતે એવું કંઈક બોલે છે કે જેથી બીજાને હસવું આવે અને પછી પોતાને પણ હસવું આવે. તો કોઈક વખત એવું બને કે સામી વ્યક્તિએ હસાવવાના ઇરાદાથી કંઈક એવી વાત કરી હોય કે જેથી સાધુને હસવું આવ્યા વગર રહે નહિ. આમાં સાધુઓએ પોતે શક્ય હોય ત્યાં સુધી બીજાને હસાવવા ખાતર હસાવવાનો પ્રયાસ કરવો ન જોઈએ. કોઈ એવો વિષય હોય કે જેથી વાત કરતાં કરતાં કુદરતી રીતે પોતાને હાસ્ય આવે તો તેને પ્રસંગે પણ હસવાનું સંયમિત અને ગૌરવવાળું હોવું જોઈએ. સાધુના હાસ્યમાં જો ગૌરવ ન હોય તો સાધુની સાધુ તરીકેની છાપ એટલી સારી ન પડે.
સાધુઓએ પોતાને વંદન કરવા આવનાર વર્ગની સાથેનો વ્યવહાર બરાબર ચુસ્ત રીતે વિચારી લેવો ઘટે. પુરુષવર્ગની સાથે હસવાનો વિષય એક પ્રકારનો છે અને સ્ત્રીવર્ગ સાથે હસવાનો વિષય બીજા પ્રકારનો છે. વળી એક જ પુરુષ મળવા આવ્યો હોય તેની સાથે હાસ્યયુક્ત વાત કરવી અને પુરુષોના સમુદાય સાથે હસીને વાત કરવી એ બેમાં ફરક છે. તેવી જ રીતે મહિલાઓના સમુદાય સાથે હસીને વાત કરવી અને કોઈ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org