________________
नातिवेलं हसे मुणी
૭૫ જ સ્ત્રી આવી હોય ને એની સાથે હસીને વાત કરવી એ બે સ્થિતિ વચ્ચે પણ ફરક છે.
આમ તો જો કે જૈન મુનિઓને મહિલા સાથે એકાંતમાં વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો પણ કેટલીક વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જૈન મુનિ આગળ કોઈ એક જ મહિલા વંદન કરવા, સુખશાતા પૂછવા, પચ્ચખાણ લેવા, કોઈકના કંઈક સમાચાર આપવા એકલી આવી હોય. એવા સંજોગો કોઈક વખત ઊભા થાય કે ઉપાશ્રય કે સ્થાનકમાં એક કરતાં વધુ સાધુઓ બિરાજમાન હોય ત્યારે કોઈ એક સાધુ પાસે કોઈ એક સ્ત્રી આવીને બેસે તો એ મળવાનું બીજી રીતે તો જાહેર જેવું જ ગણાય, કારણ કે અન્ય સાધુઓની ઉપસ્થિતિમાં અને તેઓની નજર પડે એ રીતે મળવાનું થાય છે. તો પણ અન્ય કોઈ ન સાંભળે એવી રીતે અંગત વાત કરવાનો અવકાશ તો ત્યારે મળે જ છે. એવે વખતે સાધુએ ખપ પૂરતી જ વાત કરવી જોઈએ અને હસવાનું તો અવશ્ય ટાળવું જોઈએ.
હાસ્યરસ નિર્દોષ આનંદ આપનારો છે તેમ છતાં હાસ્યરસનું એક મોટું ભયસ્થાન છે કે જો તે મર્યાદા ઓળંગે તો પોતાનું ગૌરવ ગુમાવી દે છે, કારણ કે અનૌચિત્ય એ હાસ્યરસનો વિભાવ છે. સામાન્યતામાં સરી પડવું, ગૌરવહીન બની જવું એ સાધુ માટે યોગ્ય ન ગણાય. એટલા માટે પણ સાધુએ હસવામાં બહુ સાવધાની રાખવાની અપેક્ષા રહે છે.
| હાસ્ય એક પક્ષે હોવા છતાં બીજે પક્ષે તે લાગણી દુભાવનાર કે મર્મને ઘાત કરનાર બની શકે છે. બોલનારનો આશય જરા પણ ખરાબ નથી હોતો, પણ તેનું અર્થઘટન ખરાબ રીતે થઈ શકે છે. બીજી બાજુ કેટલાક માણસો એટલા બધા ચતુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org