________________
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ હોય છે કે હસતાં હસતાં બીજાને સાચું કડવું સંભળાવી દે છે કે જે સાંભળનારને અપ્રિય લાગે છે. આથી હાસ્યની સાથે ગેરસમજ થવાનો સંભવ રહે છે. માટે સાધુઓએ હાસ્યનો આશ્રય લેવો ન જોઈએ. હાસ્યને કારણે એમના અહિંસાના મહાવ્રતને દૂષણ લાગવાનો સંભવ છે.
હાસ્ય ક્યારે દેશીલું બની જાય તે કહી શકાય નહિ. પોતાના મનમાં રહેલા ડંખને હસતાં હસતાં વ્યક્ત કરી દેવાની કલા કેટલાક ચતુર માણસોને હસ્તગત (જિહ્વાગત) હોય છે. ક્યારેક બોલનારના મનમાં દંશ ન હોય, પણ ત્રીજા જ લોકો એમાં દંશ રહેલો છે એવો આરોપ લગાવી ઈધ્યાર્થી બે વ્યક્તિને લડાવી મારે છે. સાધુઓને માથે આવું દોષારોપણ ન આવે એ માટે પણ તેઓએ આવી મજાક-મશ્કરીથી દૂર રહેવું જોઈએ. તદુપરાંત સાધુઓએ બીજાને ઉતારી પાડવાના આશયથી બોલાતા ઉપહાસ કે પરિહાસના પ્રકારના હાસ્યનો આશ્રય ન લેવો જોઈએ.
હસવા-હસાવવામાં કેટલીક વાર અતિશયોક્તિ કે અલ્પોક્તિનો આશ્રય લેવો પડે છે. અતિશયોક્તિ કે અલ્પોક્તિ એ બંનેમાં સત્યનું આંશિક ખંડન થાય છે. એમાં અસત્યકથનનો આશય નથી હોતો, પરંતુ અતિશયોક્તિ કે અલ્પોક્તિ ક્યારેક અસત્યકથન સુધી પહોંચી જવાનો સંભવ છે. સાધુઓએ સત્ય”નું મહાવ્રત ધારણ કરેલું હોય છે, એટલે તેઓએ હસવાહસાવવામાં પોતાના મહાવ્રતનું ખંડન ન થાય અથવા કોઈ અતિચારનો દોષ ન લાગે એ માટે પૂરી સાવધાની રાખવી જરૂરી છે.
હળવી રીતે બોલાયેલી વાત ક્યારેક ગંભીર રીતે લેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org