________________
नातिवेलं हसे मुणी છે તો ક્યારેક નથી લેવાતી. એમાં ગંભીર આશય ન સમજનારનો દોષ કાઢી શકાતો નથી. માણસ બચાવ કરી શકે છે કે હું તો એમ સમજતો હતો કે તમે હસતા હતા, મજાક કરતા હતા. મને શી ખબર કે તમે સાચે જ કહેતા હતા.” આમ હસીને, મજાકમાં કહેવા જતાં અર્થનો અનર્થ પણ થઈ શકે છે. એવી રીતે બોલવા જતાં સાધુને તો માયા-મૃષાવાદનો બમણો દોષ લાગી શકે છે.
સાધુઓએ અને સાધ્વીઓએ વિજાતીય વ્યક્તિ સાથે બહુ હસીને વાત ન કરવી જોઈએ. હાસ્ય બે વ્યક્તિને પરસ્પર નિકટ લાવનારું તત્ત્વ છે. એ નિકટતા સાથે ચહેરાના હાવભાવોમાં અને આંખોમાં થતા પરિવર્તનને કારણે પરસ્પર આકર્ષણ પણ જન્મ અથવા પોતાના દુષ્ટ આશયને હાસ્યના ઓઠા હેઠળ છુપાવી શકાય. ગૃહસ્થ સ્ત્રીઓ માટે પણ એવી શિખામણ અપાય છે કે તેઓએ પરપુરુષ સાથે બહુ હસીને વાત ન કરવી જોઈએ. હસ્યા કે ફસાયા. સંયમી સાધુઓએ એટલા માટે મહિલાઓ સાથે બહુ હસીને વાત ન કરવી જોઈએ, કારણ કે એથી એમના ચોથા મહાવ્રતને દૂષણ લાગે છે. - હાસ્યનો સમાવેશ નવ નો-કષાયમાં કરવામાં આવ્યો છે અને તેમાં પણ હાસ્યને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોમાં જેટલી ઉગ્રતા છે એટલી ઉગ્રતા હાસ્યમાં નથી. એથી જ એને નો-કષાયમાં સ્થાન આપવામાં આવ્યું છે, અને તે પણ પહેલું જ સ્થાન છે. એનો અર્થ એ થયો કે હાસ્ય પણ અશુભ કર્મ બાંધવામાં મોટું નિમિત્ત બની શકે છે. એટલે જ સંયમી જીવન માટે હાસ્યને વર્યુ ગણવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org