________________
मायन्ने असणपाणस्स
૮૩
પોતાની શારીરિક પ્રકૃતિ અનુસાર જેઓ યોગ્ય ખોરાક, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં લે છે તેને ક્યારેય માંદા પડવાનો વખત આવતો નથી, પરંતુ આથી પણ ચડિયાતી અને કઠિન કસોટી પણ છે. હિમાલયમાં એક યોગી મહાત્માએ કહ્યું હતું કે માણસ યોગ્ય આહાર લે છે કે કેમ એની કસોટી એના નિહાર (શૌચ) ઉપરથી થઈ શકે છે. માણસની ઉત્તમ નિહારક્રિયા એ કે જે વધુમાં વધુ પાંચ સેકન્ડમાં પતી જાય અને એ માટે એ પાણી, કાગળ કે હાથનો ઉપયોગ ન કરે તો પણ એનું શરીર સ્વચ્છ, શુદ્ધ અને દુર્ગંધરહિત હોય. કેટલાયે યોગી મહાત્માઓનાં શરીર આ પ્રકારનાં હોય છે.
ખાનપાનની સામાન્ય જાણકારી ભિન્નભિન્ન કક્ષાના લોકોની ભિન્નભિન્ન દૃષ્ટિબિન્દુથી ભિન્નભિન્ન હોઈ શકે. કોઈ સ્વાદની દૃષ્ટિએ, કોઈ આરોગ્ય અને તાકાતની દૃષ્ટિએ, કોઈ ઇન્દ્રિયસંયમની દષ્ટિએ, કોઈ ધ્યાન અને અધ્યાત્મની દષ્ટિએ એનો વિચાર કરી શકે. સામાન્ય માણસો ખાનપાનના જાણકાર હોય, વૈદ ખાનપાનના જાણકાર હોય અને સાધુ-સંન્યાસીઓ ખાનપાનના જાણકાર હોય એ દરેકમાં ઘણો તફાવત રહેલો છે. જૈનો, વિશેષતઃ જૈન મુનિઓ માટે ઇન્દ્રિયસંયમ, જીવદયા, કર્મસિદ્ધાંત ઇત્યાદિની દૃષ્ટિએ ખાનપાનનો, ભક્ષ્યાભક્ષ્યનો ઝીણવટપૂર્વક વિચારવિમર્શ થયો છે. એ દૃષ્ટિએ તેઓ માયન્ન હોવા જોઈએ.
મનુષ્ય અને ઇતર પ્રાણીસૃષ્ટિ વચ્ચે એક મોટો તફાવત એ છે કે પશુપક્ષી આહારને સૂંઘીને ખાય છે; પોતાની આહા૨સંજ્ઞા અનુસાર પોતાને પથ્ય હોય તેવો અને પોતાને પાચન થાય તેટલો જ આહાર તે કુદરતી ક્રમે ગ્રહણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org