SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं યુવાન શિષ્યોને સંયમના માર્ગે કેળવવાની જવાબદારી ગુરુ ભગવંતની ઘણી મોટી રહે છે. ગુરુ-પાતંત્ર્ય ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મુકાયો છે. એક આચાર્ય ભગવંતે કહ્યું હતું કે ડૉક્ટર કે એન્જિનિયરિંગની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી અને ડિગ્રી મળી એટલે તે સારામાં સારા દાક્તર કે એન્જિનિયર થઈ જ જાય એવું નથી. એ માટે ક્ષેત્રના વડીલ અનુભવીની સાથે કામ કરવાથી સારું માર્ગદર્શન અને સારો અનુભવ મેળવીને સારા દાક્તર કે ઇજનેર થઈ શકાય છે. તેવી રીતે ચેલાને દીક્ષા આપવાથી તે ઉત્તમ સાધુ થઈ જશે એવા ભ્રમમાં ગુરુએ ન રહેવું જોઈએ પણ પોતાની પાસે રાખીને સંયમના સુંદર પાઠ એને ભણાવવા જોઈએ. નાની ઉંમરનાં છોકરાઓ કે છોકરીઓ માબાપને મૂકીને આવ્યાં હોય તો તેને સતત પાસે રાખીને એટલું વાત્સલ્ય આપવું જોઈએ કે માબાપની યાદ તેઓને ન આવે કે ઘરે જવાનું નામ પણ લે. તેવી જ રીતે ચેલાઓને એવી તાલીમ આપવી જોઈએ કે જેથી ભૌતિક વૈભવમાં જેટલું સુખ છે તેના કરતાં ત્યાગમાં અને આત્મભાવમાં ઘણું ચડિયાતું સુખ છે એવી સાચી શ્રદ્ધા એનામાં જન્મ અને ભૌતિક વૈભવ માટે ચિત્તમાં જરા સરખી પણ આસક્તિ ન રહે. તેવી જ રીતે બ્રહ્મચર્યના પાલન માટેનો એનો રસ એવો સરસ કેળવવો જોઈએ કે કામભોગ એને સાવ તુચ્છ, નીરસ, ધૃણાસ્પદ અને હાનિકારક તથા સંસારનું પરિભ્રમણ વધારનાર લાગે. પરંતુ આ બધું બેચાર દિવસ કે બેચાર મહિનામાં થતું નથી. શિષ્યને ચારપાંચ વર્ષ સતત પાસે રાખી, વાત્સલ્યપૂર્વક એની દેખરેખ રાખવાથી થાય છે. શિષ્યને ક્ષતિઓ માટે વારંવાર કડક શિક્ષા કરવાથી પરિણામ એટલું સારું નથી આવતું જેટલું વાત્સલ્યભાવથી પ્રસન્નતાપૂર્વક વશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy