________________
૩૬
વીરપ્રભુનાં વચનો
ભાગ ૧
રાખ્યાથી આવે છે. પરંતુ એમ કરવા માટે ગુરુ ભગવંતે પોતે પણ એટલી જ ઉચ્ચ પાત્રતા કેળવવાની રહે છે અને એટલો સમય આપવાનો રહે છે. જે ગુરુ ભગવંતમાં પોતાનામાં જ શિથિલતા હોય તે ચેલાને બહુ રોકી કે ટોકી ન શકે. ગુરુ મહારાજને પોતાને જ ભોજનની વાનગીઓમાં રસ પડતો હોય ને તેવી વહોરી લાવવા માટે સૂચના અપાતી હોય, પોતાની યોજના માટે શ્રીમંતોએ લખાવેલી રકમોના અને યોજનામાં થતા ખર્ચના હિસાબો રાતદિવસ ચાલ્યા કરતા હોય, અન્ય સમુદાયના સાધુઓની નિંદા ચાલતી હોય, શ્રીમંત ગૃહસ્થો કે રાજદ્વારી પુરુષોની ખુશામત થયા કરતી હોય, વિજાતીય વર્ગની ઉપસ્થિતિ ગમતી હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારની સ્વભાવગત નિર્બળતા હોય તો રાતદિવસ સાથે રહેનાર ચેલાઓથી એ વાત અજાણ રહેતી નથી. ક્યારેક તો આવી ગુપ્ત વાતના સાક્ષી ચેલાઓ પોતાનું કાર્ય કરાવવા માટે ગુરુને ‘બ્લૅક મેઇલ’ પણ કર્યા કરતા હોય છે. માટે જ દીક્ષા આપવી જેટલી સહેલી છે એથી વધુ કઠિન ગુરુ તરીકેની પોતાની પાત્રતા કેળવવાનું છે.
જે ગુરુ ભગવંતો પોતે લૌકિક પ્રસિદ્ધિની ઘણી બધી પ્રવૃત્તિઓમાં પડી જાય છે અને અનેક ચાહકોથી વીંટળાયેલા રહે છે તેઓ પોતાના ચેલાઓનું બરાબર ધ્યાન રાખી શકતા નથી. એ માટે સમય રહેતો નથી. વખત જતાં એક-બે ચેલાઓ માંહોમાંહે મળી જાય છે અને શિથિલાચારના વિચારો પોષાવા લાગે છે અને એમાંથી અનર્થ ઉદ્ભવે છે.
જે મહાત્માઓ ચેલા વધારવાની ધૂનમાં યોગ્યાયોગ્યતા કે પૂરી પાત્રતા જોયા વગર જેને-તેને નાની વયમાં મૂંડી નાંખે છે તેવા ચેલાઓ જ્યારે તારુણ્યમાં આવે છે ત્યારે પોતાના દેહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org