________________
૮૯
मायन्ने असणपाणस्स સ્ત્રીઓ રસોઈ કરે તો તેની માઠી અસર પણ થાય છે. કેટલાંક મરજાદી લોકો બીજાના ઘરનું રાંધેલું ખાતા નથી. કેટલાક પુરુષો ઘરમાં પત્ની હોવા છતાં જીવનભર સ્વયંપાકી રહ્યા હોય એવા દાખલા ભારતમાં સાંભળ્યા છે.
માણસની ખાવાની શક્તિ અને વૃત્તિ અમર્યાદ છે. માણસ રોજ રોજ વધારે ખાતો જાય તો તેની હોજરી મોટી થતી જાય છે અને પેટ ગાગર જેવું ગોળમટોળ બનતું જાય છે. સ્વાદવૃત્તિ ઉત્તેજિત થાય એવી વાનગીઓનું વૈવિધ્ય હોય તો માણસ રોજ કરતાં વધુ ખાઈ લે છે. શાકે સવાયું, દૂધ દોટું અને મિષ્ટાને બમણું” ખવાય છે એવી માન્યતા જૂના વખતમાં પ્રચલિત હતી. વળી –
દૂધ અને રોટલા, દહીં અને ભાત,
લાડવા અને વાલ, ખાવ મારા લાલ. આવી લોકોક્તિઓ કઈ વાનગી સાથે કઈ વાનગી વધારે ભળે અને ભાવે તે દર્શાવે છે.
કોઈ પણ પ્રજાની આર્થિક સમૃદ્ધિ વધતી ચાલે છે તેમ તેમ ખાનપાનના શોખ વધવા લાગે છે. આજે ધનાઢ્ય દેશોમાં સરખેસરખા માણસોની મંડળી જામી હોય તો તેમની વાતચીતના વિષયોમાં FOOD અને MOTORCAR એ બે વિષયો અગ્રસ્થાને હોય છે. નવરા શ્રીમંત માણસોને નવું નવું ખાવાનો શોખ જાગે છે અને તેમને પોસાય પણ છે. પરંતુ વખત જતાં તેમનું જીવન પ્રમાદી અને નિષ્ક્રિય બની જાય છે. આવા વધુ પડતા શોખને કારણે જ એવી સંસ્કૃતિઓનું કાળક્રમે પતન થાય છે. લોકોની પ્રતિકારશક્તિ ઓછી થઈ જાય છે. જીવન બેઠાડુ બની જાય છે અને પાડોશી દુશ્મનોનું આક્રમણ થતાં તેઓ પરાજિત થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org