SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ વિરપ્રભુનાં વચનો -- ભાગ ૧ ઓછો રહે છે. માણસ જુદી જુદી વાનગી માટે વખણાતી જુદી જુદી રેસ્ટોરાંમાં જઈને ખાવાનો પોતાનો શોખ સંતોષે છે. એવી રીતે ખાવું તે ઘર કરતાં મોંઘું પડતું હોવા છતાં લોકોને તે પોસાય છે અને પોતાની મહેનત બચે છે એમ માને છે. અવિકસિત દેશોમાં બહારનું ખાઈને માણસો માંદા પડ્યા હોય એવી ફરિયાદો વારંવાર સાંભળવા મળે છે. એકસાથે ઘણા લોકો માટે વાનગી રાંધનારાઓ પોતે સ્વચ્છ હોતા નથી. તેમનાં કપડાં સ્વચ્છ નથી હોતાં. તેમના હાથ અને નખ સ્વચ્છ હોતા નથી. તેમનું રસોડું સ્વચ્છ હોતું નથી (ક્યારેક તો રસોડા જેવું પણ કશું હોતું નથી). તેમનાં વાસણો સ્વચ્છ હોતાં નથી. તદુપરાંત કમાવાની વૃત્તિને કારણે આહારની અંદર ભેળસેળ થાય છે. સડેલાં શાકભાજી વપરાય છે. વાસી જૂની વાનગીઓ ફેંકી ન દેતાં નવી વાનગીઓ સાથે તે ભેળવાય છે. રસોઇયાની બેદરકારીને કારણે, તેવા પ્રકારના જરૂરી જ્ઞાનના અભાવને કારણે ઉઘાડાં રાખેલાં વાસણોમાં માખી, કીડી, વાંદા, જીવડાં વગેરે પડે છે. ક્યારેક તો ઢેડગરોળી પડે છે અને એને કારણે એ વાનગી ખાનાર અનેક લોકોને ઝાડા-ઊલટી થાય છે. એથી કેટલાક મૃત્યુ પણ પામે છે. ખુલ્લામાં રખાયેલી રસોઈમાં ધૂળ કે કચરો પણ ઊડીને પડતાં હોય છે. એકંદરે જાહેર લોજ, વીશી, ખાનાવળ વગેરેમાં સતત વધુ દિવસ ખાવાથી માણસ માંદો પડે છે; મરડો થાય છે; પેટ કે આંતરડાનાં દરદો થાય છે. બહારનું ખાવાથી આરોગ્ય સચવાતું નથી એવી ફરિયાદ અવિકસિત દેશોમાં એકંદરે સાચી ઠરે છે. કેટલાક માને છે કે રાંધનાર વ્યક્તિના મનના ભાવો અશુભ હોય તો તેની અસર રસોઈ ઉપર થાય છે. રજસ્વલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy