________________
मायन्ने असणपाणस्स ક્યાં મળે છે તે શોધવા માટે ઘણા પ્રવાસીઓ રખડતા હોય છે અને પોતાની ઇચ્છા પ્રમાણે પોતાની પ્રિય વાનગી ખાવા ન મળે તો અતિશય નિરાશ થઈ જાય છે. જે માણસે દુનિયામાં ઘણો પ્રવાસ કરવો હોય એ માણસે આહાર વિશેની પોતાના ધર્મની મર્યાદા અનુસાર બધું જ ભાવે અને બધું જ ફાવે' એ સૂત્રને પોતાનું સૂત્ર બનાવી લેવું જોઈએ.
આહારનો પ્રશ્ન માનવજાતનો એક સનાતન પ્રશ્ન છે. દરેક જીવની ઘણીખરી પ્રવૃત્તિ આહારની આસપાસ ગોઠવાયેલી હોય છે. બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યનું આહારક્ષેત્ર અત્યંત વિશાળ છે. એથી જ માનવજાતના કેટલા બધા કલાકો રોજેરોજ આહાર પાછળ વપરાય છે. જીવવા માટે ખાવાથી માંડીને ખાવા માટે જીવવું ત્યાં સુધીમાં કેટલી બધી કક્ષા હોય છે ! ઘરે ઘરે જુદાં જુદાં રસોડાંને બદલે સ્થળે સ્થળે મોટાં સ્વચ્છ, સુઘડ, સુંદર સામુદાયિક રસોડાં ચાલતાં હોય તો કેટલા બધા માનવકલાકો બચી જાય કે જે ઇતર સર્જનાત્મક, સંશોધનાત્મક, મનોરંજક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે વાપરી શકાય. પરંતુ માનવજાતિના ભાગ્યમાં એ લખાયું નથી, કારણ કે મનુષ્યની પ્રકૃતિ તેને અનુરૂપ નથી. વળી જો તેમ થાય તો પણ બચેલા કલાકો મનુષ્ય સર્જનાત્મક પ્રવૃત્તિમાં વાપરશે કે સંહારાત્મક, મંડનાત્મક કે ખંડનાત્મક પ્રવૃત્તિમાં તેની કોઈ ખાતરી નથી.
પોતાના ઘરે રાંધીને ખાવું કે બહાર જાહેર સ્થળમાં કોઈકના હાથનું રાંધેલું ખાવું એ પ્રશ્ન સમૃદ્ધ દેશો કરતાં અવિકસિત દેશોને વધારે મૂંઝવનારો છે. સમૃદ્ધ દેશોમાં મોટી સારી સ્વચ્છ રેસ્ટોરાં અને હોટેલોમાં ભેળસેળ વગરની, સારી રીતે પકાવેલી મનપસંદ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાય છે. એથી રોગ થવાનો સંભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org