________________
૧૧ परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई [ પરિગ્રહ વધારનાર વેર વધારે છે ]
ભગવાન મહાવીરે કહ્યું છે કે પદ નિવિદ્યામાં વેરું તેસિં પર્ફ એટલે કે જે પોતાનો પરિગ્રહ વધારે છે તે પોતાના તરફ બીજાંઓનું વેર વધારે છે.
- સામાન્ય લોકોની સામાન્ય ખ્યાલ એવો છે કે જેમ માણસ પાસે ધનસંપત્તિ અને સુખસગવડનાં સાધનો વધારે તેમ માણસ વધારે સુખી અને સમાજમાં તેને બહુ માનપાન મળે. સ્કૂલ ઉપલક ભૌતિક દૃષ્ટિએ આ કદાચ સાચું લાગે, પણ પ્રજ્ઞાશીલ વ્યક્તિ સૂક્ષ્મ તત્ત્વદષ્ટિથી વિચારે તો એને અવશ્ય પ્રતીતિ થશે કે પરિગ્રહ એ દુઃખનું મોટું કારણ છે; અર્થ એ અનર્થનું મૂળ છે.
અપરિગ્રહ તથા પરિગ્રહ-પરિમાણ ઉપર જૈન ધર્મે જેટલો ભાર મૂક્યો છે તેટલો અન્ય કોઈ ધર્મે મૂક્યો નથી. ભગવાન મહાવીરે પંચ મહાવ્રતમાં અપરિગ્રહને એક મહાવ્રત તરીકે યોગ્ય રીતે જ સ્થાન આપ્યું. એમાં શુદ્ધ નિશ્રયદષ્ટિએ ઘણું બધું રહસ્ય રહેલું છે, પરંતુ સામાજિક ને વ્યાવહારિક કક્ષાએ પણ અપરિગ્રહનું મૂલ્ય ઘણું મોટું છે. સાધુ-ભગવંતાએ અપરિગ્રહના મહાવ્રતનું અને ગૃહસ્થોએ “પરિગ્રહ-પરિમાણ'ના અણુવ્રતનું પાલન કરવાનું હોય છે.
પરિગ્રહ વિશે ઘણા જુદા જુદા દષ્ટિકોણથી વિચારણા થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org