________________
परिग्गह निविट्टाणं घेरं तेसिं पवड्ढई
૧૦૭
શકે, પરંતુ અહીં તો માત્ર પરિગ્રહ વધારનાર બીજાઓ સાથે જાણતાં, અજાણતાં કેવી રીતે વેર બાંધે છે એ એક પાસા વિશે વિચારીશું.
આહાર, નિદ્રા, મૈથુન, ભય અને પરિગ્રહ એ જીવની બળવાન સંજ્ઞાઓ છે. પોતાને ઇષ્ટ એવી વસ્તુઓ મેળવવી અને એનો સંગ્રહ કરવો એ જીવનું સામાન્ય લક્ષણ છે. આ કુદરતી સંજ્ઞાને અતિક્રમવા માટે ઘણા મોટા આત્મિક પુરુષાર્થની આવશ્યકતા રહે છે.
પરિગ્રહ એટલે ધનસંપત્તિ વગેરે સાથે તે ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, ખોવાઈ જવાનો કે બગડી જવાનો ભય સંકળાયેલો રહે છે. તે માટે સાવચેતીનાં વધુ પડતાં પગલાં લેવાથી બીજાંનાં મનમાં શંકા, અવિશ્વાસ, અપ્રીતિ વગેરેના ભાવો જન્મે છે. પરિગ્રહની જાળવણી અને ગણતરીમાં માણસના જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં માણસને પોતાના વેડફાઈ ગયેલા એ સમયનું સાચું ભાન થાય છે ત્યારે પશ્ચાત્તાપનો પાર રહેતો નથી. સાદાઈથી જીવનારને પોતાની જિંદગીનો ઘણો બધો સમય પોતાને માટે મળે છે. એ નિજાનંદનું મૂલ્ય તો અનુભવે જેને સમજાયું હોય તે જ વધુ સારી રીતે કહી શકે.
દુનિયાનાં દુઃખોનું, ક્લેશ-કંકાસ, વેરઝેર વગેરેનું પૃથક્કરણ કરવામાં આવે તો ઘણા કિસ્સાઓમાં તેનું મૂળ માલ-મિલકતની વહેંચણીના ઝઘડાઓમાં રહેલું જણાશે.
સગા ભાઈઓ વચ્ચે પણ કમાણીની અસમાનતા થાય અને એની સાથે સાથે પોતપોતાની જુદી જુદી પરિગ્રહવૃત્તિ બળવાન બને તો ભાઈઓ-ભાઈઓ વચ્ચે પણ દ્વેષ, ઈર્ષ્યા, મત્સર વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org