SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ने हरंति तं वित्तं ૧૦૫ છે. પરંતુ જેઓ ગૃહસ્થજીવનમાં રહેલા છે તેઓ પણ સિક્કામાં રહેલા છિદ્રને પોતાની સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ સમજી શકે તો પણ ધનસંપત્તિ પાછળની એમની આંધળી દોટ મંદ પડવાનો સંભવ છે. પરિગ્રહ-પરિમાણ એ ગૃહસ્થજીવનમાં સુખી થવાનો માર્ગ છે. સંતોષના સુખની કિંમત વિષમ પરિસ્થિતિમાં વધુ સમજાય છે. સારી રીતે આજીવિકા ચાલતી હોય એટલું ધન જો કમાવા મળતું હોય તો વધુ ધન પાછળ દોટ મૂકવાને બદલે પોતાના બચેલા સમયનો ઉપયોગ માણસે આત્મશ્રેયાર્થે કરી લેવો જોઈએ. સંસારમાં મોહનું પ્રાબલ્ય એટલું મોટું રહ્યું છે અને રહેવાનું છે કે જૂજ વ્યક્તિઓને જ આ તત્ત્વ સમજાય એવું છે અને સમજાયા પછી વિરલ વ્યક્તિઓ જ એ સમજણને આચરણમાં મૂકી શકે છે ! સંત મહાત્માઓ વખતોવખત કહેતા આવ્યા છે કે વિદ્યારૂપી, જ્ઞાનરૂપી, અધ્યાત્મરૂપી લક્ષ્મી જ એવી છે કે જેનું કોઈ ક્યારેય હરણ કરી શકતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy