________________
४८
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ જાસૂસી કરવા માટે દરેક દેશમાં વૈજ્ઞાનિક પદ્ધતિની તાલીમ અપાય છે.
કેટલાક માણસોની પ્રકૃતિ જ વાત કઢાવવાની અને ચગાવવાની હોય છે. “કેમ, શી નવાજૂની છે ?” અથવા “તમે સાંભળ્યું?” જેવાં વાક્યો વારંવાર ઉચ્ચારનારા બીજાના મોઢામાં આંગળા નાખીને વાત કઢાવવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્નોની ઝડી તેઓ શરમ રાખ્યા વગર વરસાવે છે. થોડો વખત તેઓ સમાજમાં લોકપ્રિય કદાચ થાય છે, પરંતુ સરવાળે વગોવાય છે અને સૌ એમનાથી અંતર રાખે છે.
કેટલીક વાર ઘટના જ એવી બને છે કે બીજી-ત્રીજી વ્યક્તિને અજાણતાં ખાનગી વાતની ખબર પડી જાય છે. તો કેટલીક વાર ડૉક્ટર, વકીલ, પોલીસ કે એવો વ્યવસાય કરનાર આગળ ગરજે પોતાની ખાનગી વાત કરવી પડે છે. કેટલીક વાર જેની સહાય વિના ઉકેલ આવે એમ ન હોય એવા માણસ આગળ સામે ચાલીને જવું પડે છે અને પોતાની વાત કહેવી પડે છે. આવા અનપેક્ષિત સંજોગોમાં બીજી-ત્રીજી વ્યક્તિ જ્યારે એક વાત જાણી જાય છે ત્યારે એને ચૂપ રાખવા માટે કિંમત ચૂકવવી પડે છે. ક્યારેક એના “બ્લેકમેઇલ’ના – ધાકધમકીના ભોગ થવું પડે છે.
કેટલીક ગુપ્ત બાબતો સમયબદ્ધ હોય છે. અમુક નિશ્ચિત સમય સુધી જ તે ગુપ્ત રાખવાની હોય છે. પછીથી એ ગુપ્ત રાખનારાઓ તરફથી એની જાહેરાત થાય છે અથવા આપોઆપ તે પ્રગટ થઈ જાય છે. કોઈકની સગાઈ કે લગ્નની વાત, કોઈક ધંધાની લેવડદેવડની વાત, ઘર, ગાડી કે બીજી કોઈ ખરીદીની વાત, કોઈકના ઑપરેશનની, કોઈક દીક્ષાની, સંન્યાસની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org