________________
जं छन्नं तं न वत्तव्यं
૪૯
ગૃહત્યાગની વાત, કોઈકના અદાલતના ખટલાની વાત, પરીક્ષાનાં પરિણામોની વાત, રાજકીય દાવપેચની વાત નિર્ધારિત કાળ સુધી ગુપ્ત રાખવી પડે છે. સંરક્ષણના વિષયમાં શસ્ત્રોની, સૈનિકોની ટુકડીઓની હેરફેરની, આક્રમણની વાત અત્યંત ગુપ્ત રખાય છે. સરકારી પ્રધાનોને કેટલીક માહિતી સોગંદવિધિ પછી જ અપાય છે. આવી કાળબદ્ધ મર્યાદાની ગુપ્ત વાત અગાઉથી જો કોઈ જાહેર કરી દે તો યોજના બગડી જાય છે, પરિણામ ધાર્યું આવતું નથી અથવા ઊલટું આવે છે. ઘણી ગરબડ મચી જાય છે અને દુશ્મનો ગેરલાભ ઉઠાવી જાય છે. આવી ગુપ્ત વાતો જો જાણતાં હોઈએ તો પણ તે પ્રગટ ન કરી દેવી જોઈએ.
કેટલાક માણસો એટલા જૂઠા અને એટલા હોશિયાર હોય છે કે ન હોય એવી વાત ઉપજાવીને અંગત વર્તુળોમાં એનો પ્રચાર કરે છે અને પછી એવી ન બનેલી વાતો પણ લોકો માનવા લાગે છે. એટલા માટે માણસે પોતાનું જીવન જ એવું સ્વચ્છ અને સ્વસ્થ રાખવું જોઈએ કે ક્યારેક કોઈ ખોટું આળ મૂકીને પ્રચાર કરવા જાય તો તે ભોંઠો પડે. લોકો એ માનવા ક્યારેય તૈયાર ન થાય. સાધુસંતોનું જીવન ખુલ્લી કિતાબ જેવું, સ્વચ્છ ને પારદર્શક હોય છે. મન, વચન અને કર્મની એકરૂપતા એમના જીવનમાં હોય છે. આત્મકલ્યાણ અને લોકકલ્યાણની એમની ભાવના બહુ પ્રબળ હોય છે. એમને પોતાનું કશું છુપાવવાનું હોતું નથી. એટલે એમને માટે કરાયેલા ખોટા આક્ષેપો કે એમના જીવનરૂપી સૂર્યના પ્રકાશને મેલો કરવાના પ્રયત્નો વૃથા નીવડે છે.
કેટલાક માણસો પોતાનાથી થયેલી ભૂલને પોતાના હૃદયમાં ઝાઝો વખત રાખી શકતા નથી. એનો એમને એવો પસ્તાવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org