________________
जं छन्नं तं न वत्तव्वं બીજાના ઉપર આરોપ મૂકીને કહે કે પોતે વાત ફોડી નથી પણ બીજાએ ફોડી છે. માટે ડાહ્યા માણસે પોતાની ગુપ્ત વાત એકસાથે બે કે વધારે વ્યક્તિ ઉપસ્થિત હોય ત્યારે ન કરવી જોઈએ. બે વ્યક્તિને કહેવા જેવી હોય તો પણ તે દરેકને અંગત રીતે એકાંતમાં જુદા જુદા બોલાવીને કહેવી જોઈએ કે જેથી એ વાતનો બીજો કોઈ જાણકાર છે એવો વહેમ સાંભળનારને ન પડે.
કેટલાંયે કુટુંબો વર્ષો સુધી પોતાની કૌટુંબિક સ્વભાવની કે સુખદુઃખની નાનીમોટી વાતને ગુપ્ત રાખી શકે છે, પરંતુ એકાદબે દીકરા-દીકરીનાં લગ્ન થતાં એ કુટુંબનો ગઢ ભેદાઈ જાય છે. ઘર પોલું થઈ જાય છે. વાતો બહાર જવા લાગે છે. નવી અણસમજુ પુત્રવધૂ પોતાની માને વાત કર્યા વગર રહે નહિ અને મા પોતાનાં સગાંસંબંધીને વાત કર્યા વગર રહે નહિ. કેટલાંક શ્રીમંત કુટુંબોની વાત ઘરનોકર, રસોઇયો, ડ્રાઇવર વગેરે દ્વારા છતી થઈ જાય છે. કેટલાક દુશમનો વાત મેળવવા પોતાના માણસોને બીજાને ત્યાં ગુપ્ત રીતે નોકરીએ રખાવી દે છે, અને એની મારફત બાતમી મેળવતા રહે છે. કેટલાક ડ્રાઇવરોને ખબર હોય છે કે પોતાના શેઠ ક્યાં ક્યાં, કોને કોને ઘરે કે ઑફિસે જાય છે. શેઠ કોને વારંવાર “લિફટ' આપે છે, કોને તેડવા માટે ખાનગીમાં ગાડી મોકલાવે છે. પોતાના શેઠ કોની સાથે પૈસાની હેરાફેરી કરે છે, દાણચોરીનો માલ સંતાડે છે, આડો વ્યવહાર રાખે છે, શસ્ત્રો પૂરાં પાડે છે વગેરે વિશેની બાતમી ડ્રાઇવરો જાણતા હોય છે. એવા ડ્રાઇવરોને મોટી બક્ષિસની, મોટી નોકરીની કે બીજી કોઈ લાલચ બતાવીને કે ધમકી આપીને એની પાસેથી સહજ રીતે વાતવાતમાં વાત કઢાવી લેવાની ચતુર માણસોને માનસશાસ્ત્રીય પદ્ધતિ આવડતી હોય છે. જાસૂસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org