________________
૧૫૬
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ કારણે મનુષ્યમાંથી આ “અતિથિદેવો ભવ'ની ભાવના ઘણી ઘસાતી ચાલી છે. વર્તમાન જીવનવ્યવસ્થા અને ઘરકામના ભારને લીધે પણ આ ભાવના લુપ્ત થવા લાગી છે. ઘેર અચાનક અજાણ્યા મહેમાન આવે અને પોતે રાજી રાજી થાય એવું હવે કેટલાં ઓછાં સ્ત્રી-પુરુષોની બાબતમાં જોવા મળે છે! એમાં વ્યક્તિના દોષ કરતાં પરિસ્થિતિનો દોષ વધુ મોટો છે. અન્ય દેશોની જીવનપ્રણાલિકાનો પ્રભાવ ભારતીય જીવનપ્રણાલિકા ઉપર ઘણો પડ્યો છે તો બીજી બાજુ ભારતીય અતિથિ-ભાવનાનો દુરુપયોગ પણ ઘણો થયો છે. એટલે આમ બનવું સ્વાભાવિક છે. તેમ છતાં અતિથિ-સંવિભાગની ભાવના હૃદયમાં અવશ્ય સંઘરી રાખવા જેવી છે. પોતાના આહારમાંથી સાધુસંતોને ભિક્ષા-ગોચરી આપવાની ભાવનાનું રોજેરોજ પોષણસંવર્ધન કરવા જેવું છે. આંગણે આવતા અતિથિઓ-અભ્યાગતોમાં સર્વોચ્ચ સ્થાન સાચા સાધુસંતોને આપવા જેવું છે.
ભારતમાં કેટલાય લોકોને રોજનો એવો નિયમ હોય છે કે પોતાના ભોજનમાં કોઈકને સહભાગી બનાવવા જોઈએ. રોજેરોજ તો મહેમાનો ક્યાંથી હોય? તો પણ પોતાનું રાંધેલું ફક્ત પોતે જ ખાવું એ તો નરી સ્વાર્થી સંકુચિત વૃત્તિ ગણાય. એટલે ઈષ્ટદેવને પ્રતીકરૂપે કંઈક અર્પણ કરી, યજ્ઞમાં કંઈક આહુતિ આપીને પછી જમવાની પ્રથા હિંદુ પરંપરામાં છે. એવી જ રીતે કેટલાયે લોકો રોજેરોજ પહેલાં શેરીમાં ગાય કે કૂતરાને ખવડાવીને પછી પોતે ખાય છે. આ ભાવનાનો રૂઢાચાર તો એટલી હદ સુધી થયો કે પોતે કુટુંબના સભ્યોની સંખ્યાનુસાર માપીને રસોઈ કરે છે અને જરા પણ રસોઈ વધવી ન જોઈએ એવી વાત પોતાના ઘરમાં ન થવી જોઈએ. એટલા માટે સ્ત્રીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org