________________
लोभाविले आययई अदत्तं
૧૨૩
ખરીદી શકાય એમ હોય પણ તે અલભ્ય હોય તો તેવો ગ્રંથ ઉઠાવી લેવા માટે રસિક વાચક લલચાય છે. ગ્રંથ વાંચી લીધા પછી તેને તે કશો કામનો હોતો નથી, પરંતુ હવે પાછો આપતાં તે લજ્જા અનુભવે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે ગ્રંથોની બાબતમાં તો મોટા મોટા વિદ્વાનો પણ પ્રસંગવશાત્ અપ્રમાણિક થઈ જાય છે.
શાળા-કૉલેજનાં ગ્રંથાલયોમાં વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા માટે ઉપયોગી એવા ગ્રંથો ઉપાડી જાય છે અથવા એવા ગ્રંથોમાંથી ચિત્રો, નકશાઓ અને ક્યારેક તો આખાં પ્રકરણો ફાડીને, તેને સંતાડીને લઈ જાય છે.
કેટલાક ડૉક્ટરો એ વાતની સાક્ષી પૂરશે કે પોતાને ત્યાં દર્દીઓ માટેના વેઇટિંગ રૂમમાં રાખવામાં આવેલાં નવાં સામયિકો કે સુંદર ચોપાનિયાંમાંથી કેટલાં ક્યારે ઊપડી જાય છે તેની ખબર પડતી નથી. એટલા માટે તો કેટલાક ડૉક્ટરો નવાં સામયિકોને બદલે પસ્તીવાળાને ત્યાંથી જૂના સામાયિકો લાવીને મૂકતા હોય છે કે જેથી કોઈ ઉપાડી જાય તો પણ મનમાં ચીડ ન ચડે.
જેમ મનગમતી ચીજવસ્તુઓની બાબતમાં બને છે તેમ મનભાવતી ખાદ્યવાનગીઓની બાબતમાં પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય છે. ખાદ્યપદાર્થોની ચોરી એ કોઈ મોટી, મોંઘી ચોરી નથી, પણ માણસ એ વૃત્તિ ઉપર સંયમ રાખી શકતો નથી. એક રસોડે જમતા મોટાં કુટુંબોમાં અથવા નોકર-ચાકરવાળાં ઘરોમાં કોઈકે કશુંક છાનુંમાનું ખાઈ લીધું હોય એવી ઘટનાઓ અનેક વાર બનતી હોય છે. પાન, સિગારેટ કે મુખવાસના શોખીનોમાં પણ આવી પ્રવૃત્તિ જોવા મળશે. જીભ ઉપર સંયમ મેળવવો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org