________________
૧૩૬
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ જે માણસો વાચાળ હોય છે એ માણસોને વૃદ્ધાવસ્થામાં એમની વાચાળતા જો રોગરૂપે પરિણમે છે ત્યારે તે ઘણા અનર્થ ફેલાવે છે. તેઓ જ્યારે અનૌપચારિક વર્તુળમાં બોલબોલ કરતા હોય છે ત્યારે તેમનાં સ્વજનો કે મિત્રો અટકાવી શકે છે. પરંતુ આવી વ્યક્તિ જાહેર જીવનમાં હોય અને મંચ ઉપરથી બોલવાની હોય ત્યારે પોતે કેવું અને કેટલું બોલે છે તેનું એમને પોતાને પણ ભાન રહેતું નથી. એમના મગજમાં વિચારો સતત ઊભરાયા કરતા હોય છે અને બોલતા તેઓ થાકતા નથી. કેટલાક સારા વ્યાખ્યાતાઓ પોતાની યુવાનીમાં પોતાના સરસ વક્તવ્યને કારણે ઠેરઠેર પ્રશંસા પામે છે, પરંતુ એ જ વ્યાખ્યાતાઓ વૃદ્ધાવસ્થામાં બોલવા ઊભા થાય ત્યારે તેમના લાંબા વક્તવ્યના કારણે તેમને અધવચ્ચેથી બેસાડી દેવામાં આવે છે. કાર્યક્રમના વ્યવસ્થાપકોની ચિઠ્ઠીના તેઓ વારંવાર ભોગ બને છે. રાણી વિક્ટોરિયાએ ગ્લેંડસ્ટન માટે અભિપ્રાય આપતાં કહ્યું હતું કે – He speaks to me as if I am a public meeting.
મુખરી માણસોને એક ટેવ એવી પડી જાય છે કે જ્યારે તેઓ પ્રશંસા કરવા બેસે છે ત્યારે તેમાં અતિશયોક્તિનો પાર નથી હોતો, કારણ કે જીભમાં હાડકું હોતું નથી. તેઓ નિંદા કરવા બેસે છે તો તેમાં પણ અતિરેક એટલો જ થતો હોય છે. કેટલાક મુખરી માણસો પ્રશંસા અને નિંદા બંનેમાં અત્યંત કુશળ હોય છે અને પ્રસંગાનુસાર કાં તો પ્રશંસાનો અને કા તો નિંદાનો ધોધ એક જ વ્યક્તિ કે વિષયને માટે વહેવડાવી શકે છે. આવા મુખરી માણસોના સાચા અભિપ્રાયને પામવાનું કે એના આંતરમનને સમજવાનું કે પારખવાનું અઘરું હોય છે. કેટલીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org