________________
૧૩૮
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ સત્યના પણ હિત, મિત અને પથ્ય એવા ગુણો બતાવવામાં આવે છે. સત્ય હિતકારી, મિતસ્વરૂપી અને બીજાને તે ગ્રાહ્ય તથા પથ્ય હોય એવું બોલવું જોઈએ. - જૈન સાધુ-ભગવંતો માટે ભગવાને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન પર બહુ ભાર મૂક્યો છે. એ આઠને અષ્ટ પ્રવચન માતા તરીકે ઓળખવામાં આવે છે. સાધુ-ભગવંતોએ સંયમની આરાધના માટે આ સમિતિ-ગુપ્તિનું બહુ જયણાપૂર્વક પાલન કરવાનું હોય છે. એમાં પાણીનું મહત્ત્વ કેટલું બધું છે તે સમિતિ ને ગુપ્તિ એમ બંનેમાં એને સ્થાન આપવામાં આવ્યું છે તે પરથી જોઈ શકાશે.
પાંચ સમિતિમાં એક સમિતિ તે ભાષા સમિતિ છે અને ત્રણ ગુપ્તિમાં એક ગુપ્તિ તે વચનગુતિ છે. આમ ભાષા અને વચનના સંયમ ઉપર ભગવાને સાધુ-ભગવંતો માટે સવિશેષ ભાર મૂક્યો છે.
વળી ભગવાને શું કરવાથી પાપકર્મ ન બંધાય એ માટે આપેલા બોધ માટેની અર્થાત્ “જયણા” વિશેની સુપ્રસિદ્ધ ગાથામાં “નયમ્ મુંબતો માસંતો પવમ્ વત્ ર વન્થ” એમ કહ્યું છે. ભાસંતો એટલે બોલતો. માણસ જો જયણાપૂર્વક બોલે તો તે પાપકર્મ બાંધતો નથી.
આમ, ભગવાન મહાવીરે આ એક વાક્યમાં જ વાણીના સંયમનો મહિમા સમજાવી દીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org